________________
(૬૦૪)
જૈન મહાભારત. કૃષ્ણને સેંપી દેવામાં કાંઈ પણ હરકત નથી. કારણ કે, જે મારી પાસે છે તે સર્વ મારા મિત્રનું જ છે, એમ હું સમજું છું; પણ તારો સ્વામી સજજનતાને ત્યાગ કરી બળાત્કારે રામકૃષ્ણને માગે છે એ તે અત્યંત અગ્ય છે. વળી બાળહત્યા કરનાર અને ઉદ્ધત એવા કંસને રામકૃષ્ણ વધ કર્યો તેનું તારા સ્વામીને શામાટે છેટું લાગે છે? કારણકે, રાજાઓએ પાપી પુરૂષને અવશ્ય શાસન કરવું જોઈએ. રામકૃષ્ણને ગેપના છોકરા કહી અપમાન કરનાર અને ભુજાના બળથી દુર્મદ થયેલે જરાસંઘ રામકૃષ્ણને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ એ ગેપબાળકનું સામર્થ્ય તે જાણતા નથી. જ્યાં સુધી વૃક્ષ બળીને ભસ્મ થયું નથી, ત્યાં સુધી તે વૃક્ષ અગ્નિને પ્રતાપ શી રીતે જાણે. જેમ દુષ્ટ ઉંદર વગેરેને નાશ કરનારા સર્ષની નિંદા કરી તેના પરાભવની ઈચ્છા કરનારે દેડકો પોતાના
જીવની હાનિ કરે છે, તેમ તારે સ્વામી જરાસંઘ મરણ પામેલા કંસને પિતાના આયુષ્યની જળાંજલિ આપવાની ઈચ્છા કરે છે. જમાઈ કંસ અને પુત્ર કાળ એ બંને યમરાજના અતિથિ થવા જે માગે થઈને ગયેલા છે. તે જ માગે થઈને જવાની તારે પ્રભુ ઈચ્છા રાખે છે. ”
રાજા સમુદ્રવિજયનાં આવાં વચન સાંભળી તે ચતુર દૂત સશેક જરા ઉંચે સ્વરેથી બે –“રાજન ! આજસુધી જરાસંઘની આજ્ઞા તમે પોતાના મસ્તકને વિષે પુષ્પવત ધારણ કરી છે. આજે મૃત્યુકાળ પાસે આવતાં જેમ કિડી