________________
યુદ્ધારંભ.
(૫૯૫) ઉપરથી વાંચનારે બેધ લેવાને છે કે, દુર્યોધનના જે દુરાગ્રહ કદિપણ ધારણ કરે ન જોઈએ. સુજ્ઞ મનુષ્ય કોઈ પ્રસંગે આગ્રહ રાખ પણ દુરાગ્રહ ન રાખ. જે આગ્રહ. રાખવું હોય તે દેશોન્નતિ, ધર્મોન્નતિ અને કુલેન્નતિ કરવાને આગ્રહ રાખે, પણ કોઈ જાતની અવનતિ થવાને આગ્રહ રાખે નહીં.
પ્રકરણ ૪૧ મું.
યુદ્ધારંભ એક રાજમહેલમાં વિધવા સ્ત્રી બેઠી બેઠી ચિંતા કરતી હતી. તેનામાંથી સૈભાગ્ય શોભા દૂર થઈ હતી. પણ તેણીના શરીરની સ્વાભાવિક શભા દૂર થઈ ન હતી. તથાપિ પતિના વિયેગથી અને વિલાસના અભાવથી તે શોભા નિસ્તેજ દેખાતી હતી. તેણીના હૃદયમાં પૂર્વના વૈભવનું અને પૂર્વના વિલાસનું મરણ થયા કરતું હતું, આથી તેણીની મુખ મુદ્રા ચિંતાતુર દેખાતી હતી.
આ વખતે એક પ્રૌઢ વયને પરાક્રમી પુરૂષ ત્યાં આવી ચડ્યો. તેના શરીર ઉપર તેજસ્વી રાજવેષ પ્રકાશી રહ્યો હતો. તેના મુખ ઉપર ગર્વનું ઉગ્ર તેજ ઝળકી રહ્યું હતું. આ પુરૂષ આવી તે વિધવાના મુખ સામે ક્ષણવાર જોઈ રહ્યો હતો. તેનું અવલોકન પ્રેમ ભરેલું અને વાત્સલ્યથી પરિપૂર્ણ હતું. વિ