________________
વિદુર વૈરાગ્ય.
(૫૮૫) ભવેલું છે. દયાળુ અને યુધિષ્ઠિરની આજ્ઞાથી તને બંધનમુક્ત કર્યો હતો, એ વાત તને સાંભરે છે? વળી ધર્મરાજાને ઘણા દિવસથી ધર્મને અનુસરનારી રાજ્યલક્ષમીને સમાગમ થયે નથી, તે હવે ધર્મજ તેને સહાય કરી તે લક્ષ્મીને સમાગમ કરાવશે. અગ્નિ જેમ તૃણને બાળી નાંખે છે, તેમ છે. મેની સહાયવાળે પુરૂષ શત્રુઓના સમુદાયને સંહાર કરે છે. માટે હે વત્સ! દુરાગ્રહ છોડી દઈ આ પૃથ્વી પાંડેને અર્પણ કર. ધર્મ જેનું આયુષ્ય છે એવી કીર્તિને તું ક્ષયદિવસ થઈશ નહિં” પિતાના વડિલેનાં આ વચન દુર્યોધ નને રૂાં નહીં. તેના ઈર્ષ્યાળુ હૃદયમાં ક્રોધ વ્યાપી ગયે. અને તત્કાળ ઉંચે સ્વરે બે હત–“તાત! ક્ષત્રિના ધર્મને તમે કેમ જાણતા નથી? કયે ક્ષત્રિય હસ્તગત થયેલી પૃથ્વી બીજાને અર્પણ કરશે ? જે ક્ષત્રિય ભયથી પૃથ્વી બીજાને અર્પણ કરે, તેના બાહની કીર્તિ મલિન થાય છે. કદાચિત્ શત્રુ તરફથી ભય પ્રાપ્ત થાય છતાં જે નિર્ભય રહે તેજ નિર્ભય કહેવાય અને જે તેવી સ્થિતિમાં રાજ્ય ભગવે, તેજ રાજ્ય ભગવ્યું કહેવાય. તમે શામાટે બીવો છે? મારે પરાક્રમરૂપ અગ્નિ જ્યારે આ બધા જગતને ગ્રાસ કરવા તત્પર છે, ત્યારે એ અગ્નિથી એ પાંડવે દગ્ગજ થયા સમજજે. મારા નિર્ભય મનને ઉત્સાહ આપે. આમ ભયથી વિહેલ એવા વૃદ્ધ પ્રલાપે કરી મને વારંવાર દુઃખ દેશે નહીં.” દુર્યોધનનાં આવાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્યાંથી ઉઠીને ચાલતા થયા હતા. તેઓ કાંઈ પણ બોલ્યા ન હતા.