________________
વિદુર વૈરાગ્ય.
(પ૭૯) કણું ટકી શકનાર છે? વળી કાલ સવારનીજ વાત, તેં વિરાટરાજાની ગાયે હરણ કરી, છતાં તારી પાસેથી કેવળ ગાયેજ પાછી વાળી લીધી એમ નથી; પણ પિતાના બાણોથી તમારા શસ્ત્રોને અને વસ્ત્રોને તે અર્જુને આકર્ષણ કર્યા હતાં, તે સમયે તારું બળ કયાં ગયું હતું ? નકુળ અને સહદેવ શાંત છે, તે છતાં શત્રુને અને શત્રુસેનાને નાશ કરવામાં કેવળ યેમતુલ્ય છે. માટે હે દુર્યોધન! તું પાંડવોને વંદન કરી તેમની ભૂમિ પછી તેમને સમર્પણ કરીશ તેજ તારું કલ્યાણ થશે.” પુરોહિતનાં આવાં કઠેર વચને સાંભળી દુર્યોધનને ભારે ક્રોધ ચડી આવ્યું હતું. તે સમયે તેણે કેટલાએક તિરસ્કા૨નાં વચને કહી તે પુરોહિતને ગળે પકડી સભાની બાહેર કાઢી મુક્યા હતા. છે. તે વિદ્વાન અને વક્તા પુરોહિત ત્યાંથી ઉતાવળે કારકામાં આવ્યું હતું. અને તેણે તે બધે વૃત્તાંત પાંડના સાંભળતાં કૃષ્ણને કહી સંભળાવ્યું હતું. તે સાથે દુર્યોધનની જાહોજલાલી અને તેની ઉત્તમ પ્રકારની રાજ્યપદ્ધતી વિષે પણ કેટલું એક વિવેચન કહી બતાવ્યું હતું.
પુરોહિતના મુખથી આ બધે વૃત્તાંત સાંભળી કૃષ્ણ પાંડવેની આગળ પિતાના વિચાર જાહેર કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, આ કાર્ય દંડ વિના સિદ્ધ થવાનું નથી. દુર્યોધનની પ્રકૃતિ મારા જાણવામાં છે. વળી મારે કહેવું જોઈએ કે, દુર્યોધનના હૃદયમાં યુદ્ધનો ઉત્સાહ સારે છે. તેણે નિશ્ચય