________________
જૈન મહાભારત
( ૫ )
શરીરની સેવા હું પોતે કરૂં છું. હું તે પાંચેમાંથી કાઇનાથી ભિન્નભાવ રાખતી નથી. મારા આવા પ્રવર્તી નથી તે પાંચે પતિએ મને પેાતાના પ્રાણ કરતાં પણ પ્રિય માને છે. ’
ઃઃ
પાંડવકુટુબ જ્યારે દ્વારકામાં આવ્યું, ત્યારે સમુદ્રવિજય વગેરે દશ દશા આવી કુંતીના ચરણમાં નમ્યા હતા, પવિત્ર કુંતીએ પેાતાના ભાઇઓને આશીષ આપી હતી. પાંડવા પણ પેાતાના પૂજ્ય મામાના ચરણમાં નમી પડયા હતા. પરસ્પર કુશળતા પુછ્યા પછી દશાહોએ કહ્યુ કે, “ પૂર્વે અર્જુન જ્યારે તીથ યાત્રા પ્રસંગે અહિ' આવેલ તે વખતે અમેએ તેમને સુભદ્રા આપી હતી. તે વખતે લ ક્ષ્મીવતી, વેગવતી, વિજયા અને રતિ-એવા નામની ચાર કન્યાએ અવશિષ્ટ રહી હતી. તે આ વખતે તમે ચાર પાંડવાને અમે આપીએ છીએ.” તેમનું આ વચન સુધિષ્ઠિરે માન્ય કર્યું હતું. પછી તે ચારે કન્યાઓના ચાર પાંડવાની સાથે દ્વારકામાં વિવાહાત્સવ કરવામાં આવ્યા હતા.
પછી ભીમ અને અર્જુનની પ્રેરણાથી કૃષ્ણે સમાધાની કરવાને માટે દ્રુપદરાજાના એક પુરાહિતને દુર્યોધનની પાસે માકલ્યા હતા. તે પુરાહિત ઘણા ચતુર અને વક્તા હતા. તે પુરોહિત હસ્તિનાપુરમાં જઇ માટી સભા ભરી બેઠેલા દુર્યાધનની પાસે આવ્યેા હતા. ત્યાં તે દુર્યોધનની ભારે જાહેાજલાલી જોઇ ચકિત થઇ ગયા હતા. તેણે સભામાં બેઠેલા દુર્યો ધનને કહ્યુ હતુ કે, “ રાજન, તમારા ખં પાંડવાએ