________________
વિદુર રાવ્ય.
(પ૭૫)
વિરાટનગરમાં અભિમન્યુ અને ઉત્તરાને વિવાહ થયા પછી કૃષ્ણ પિતાના પરમ સનેહી પાંડવકુટુંબને દ્વારકામાં લઈ ગયા હતા. ત્યાં કૃષ્ણ શુદ્ધ હૃદયથી તેમને ભારે સત્કાર કર્યો હતો. સતી દ્વપદી જ્યારે સત્યભામાને મળી, ત્યારે તેણુના હૃદયમાં અપાર હર્ષ ઉત્પન્ન થયે હતો. કારણ કે, તેમની વચ્ચે પ્રથમથી જ સનેહ બંધન થયેલું હતું. તેમને સખીભાવ પરસ્પર સંમિલિત થયે હતે.
દ્વપદી અને સત્યભામાં સાથે મળી બેઠાં હતાં. તે વખતે સત્યભામાએ દ્રોપદીને પુછયું, કે “સખી, તારે માટે મને અતિ આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. મારા જેવી સ્ત્રી એક પણ પતિનું આરાધન કરી શકતી નથી, તે તું પાંચે પતિઓનું આરાધન કેમ કરી શકે છે? વિવિધ પ્રકૃતિના પુરૂષને સાધ્ય કરવા, એ ઘણું મુશ્કેલ છે.” સત્યભામાનાં આ વચન સાંભળી દ્રપદીએ કહ્યું
સખી, મને મારી માતાએ કેળવણું આપતાં પતિને વશ કરવાને મહામંત્ર શીખવ્યું છે. હું હમેશાં મન, વચન અને કાયાથી પતિઓમાં તલ્લીન રહું છું. મારા પતિઓની રૂચિને અનુસરીને હું ચાલું છું. પતિઓના ભજન પછી ભેજન કરું છું. તેમના શયન પછી શયન કરું છું અને તેમની પહેલાં જાગ્રત થાઉં છું. તે પાંચે પતિઓમાંથી જે કઈ બાહેરથી આવે, ત્યારે હું તેને અતિ આદર આપું છું અને તેઓ જે વાત કહે, તે હું ધ્યાન દઈને નમ્રતાપૂર્વક સાંભળું છું. તેઓના