________________
(૫૭૪)
જેન મહાભારત. જેવાની હું ઈચ્છા કરતો નથી. સાંપ્રતકાળે આ મારા જીવનને બીજા પવિત્ર માર્ગ ઉપર લઈ જવું જોઈએ. જ્યાં વિપરીત કાર્યો બનતાં હોય, તેવા સ્થળનો ત્યાગ કરવો એગ્ય છે.” આ પ્રમાણે તે ધ્રઢ પુરૂષ ચિંતવતો હતો, તેવામાં કઈ પુરૂષ ખબર આપ્યા કે, “વિશ્વકીનિ નામના કઈ જ્ઞાની મુનિ નગરની બાહેર ઉધાનમાં પધાર્યા છે.” આ વચન તેના સુવિચારને ઉત્તેજક થયું અને તૃષાતુરને અમૃત જળના પાનરૂપ થયું. તેના અંગમાં રોમાંચ થઈ આવ્યાં અને તે આનંદ ઉદધિમાં તરવા લાગે. પછી તે તરત તૈયાર થઈ ત્યાંથી ઉઠી ઉદ્યાનમાં આવેલા તે મહાનુભાવવંદના કરવા આવ્યા. પવિત્ર મુનિના દર્શનથી જ તે પરમાનંદનો અનુભવ કરવા લાગ્યા. | વાંચનાર, જે આ પ્રસંગને બુદ્ધિબળથી વિચાર કરશે તે જાણી શકશે. તથાપિ અહિં સ્પષ્ટીકરણ કરવાની આવશ્યક્તા છે. જે પ્રઢ પુરૂષ શાંતભુવનમાં બેસી વિચાર કરે છે તે વિદર છે. આ વખતે વિદુરના હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ હતી. કારણ કે, તે કેર અને પાંડવોની વચ્ચે સમાન ધાની ઈચ્છતો હતો. પણ દુર્યોધને તે વાત માન્ય કરી ન હતી. તેથી કંટાળી વિદુરનું હૃદય આ સંસાર ઉપરથી વિ. ૨કત થઈ ગયું હતું. આવી ઉત્તમ ભાવના ભાવતી વખતેજ જૈનમુનિ વિશ્વકીના આગમનના ખબર તેણે જાણ્યા હતા. તેથી તે ખુશી થયે હતેા. તરતજ એ મુનિને વંદના કરવા આવ્યો હતો. .
.