________________
જૈન મહાભારત, કોને છે? તું કોણ છે? અને જ્યાં રહે છે? બકરાક્ષસનું બળિદાન કયાં મુકાય છે ?”તે પુરૂષે ઉત્તર આપે “જે આ મહેલ છે, તે બકરાક્ષસનો છે. તે એકચકાનગરીના લોકોએ તેને માટે બંધાવી આપે છે. તે સ્થળે તે રાક્ષસને બલિદાન અપાય છે, અને જે પુરૂષ બળિદાનરૂપે આવે , તે આ શિલા ઉપર બેસે છે. હું પુરવાસિઓની આજ્ઞાથી આ મહેલની રક્ષા કરું છું. માહાત્મન, તમને જોઈ મને વિચાર થાય છે કે, તમારા જેવી પ્રચંડ આકૃતિને ધારણ કરનારે કે પુરૂષ અહીં બલિદાન થવા આવ્યું નથી. મરણને માટે આવેલા કેઈપણ તમારી જેમ હર્ષિત મુખવાળો મારા જેવામાં આવ્યું નથી.” " આ પ્રમાણે ભીમસેન અને તે પુરૂષ વાતચિત કરતા હતા, તેવામાં “આગળ ચાલ આગળ ચાલ” એ ભયંકર શબ્દ અકસ્માત સાંભળવામાં આવ્યે. તે સાંભળી પેલા રક્ષકે ભીમસેનને કહ્યું, “ભદ્રા એ રાક્ષસ આવે છે. હું હવે અહિંથી દૂર થઈ જાઉં છું” એમ કહી તે રક્ષક અદશ્ય થઈ ગયે. રાક્ષસને આવતે જોઈ હૃદયમાં નિર્ભય એ ભીમ પેલી વધશિલા ઉપર પલંગની જેમ નિ:શંકપણે લાંબો થઈને સૂતે તેવા માં બકરાક્ષસ પિશાચ પ્રેતની સાથે તેની પાસે આવી પહૈ. તેણે ભયાનક મુખકરી ભીમસેનની સામે જોયું. ભીમની ભયંકર આકૃતિ જોઈ રાક્ષસ પિતાના મનમાં વિચાર કરવા લાગ્ય–“આ પુષ્ટ અને મેટા પેટવાળ મજબુત પુરૂષ કે જે આ શિલા ઉપર સમા પણ નથી. તે બલિદાન