________________
ધમરાધનને પ્રભાવ.
(૧૫) મહાતેજ પ્રસરી રહ્યું હતું. તે આવી તે આજારી માણસની પાસે ઉભે રહ્યો અને પ્રણામ કરી તેની સામે રહેલા આસન ઉપર બેઠે. તેને જોતાં જ તે પલંગ પર પડેલા દુઃખી માણસના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. જ્યારે તેને બહુ દુઃખ લાગ્યું, એટલે તે આવેલ પુરૂષ શાંત્વન કરતે બે -“દેવ, શા માટે ખેદ કરે છે? જય અને પરાજય દેવાધીન છે. રણભૂમિમાં ઘણા શૂરવીર પુરૂષે કદિ જય પામે છે અને કદિ ૫રાજય પામે છે. તમને તમારા શત્રુએ બંધનમાંથી મુક્ત કર્યા, તેમાં એઓએ શે ઉપકાર કર્યો છે? તેઓ હાલ તમારી પ્રજા છે. જ્યારે તેઓ તમારી ભૂમિમાં રહે છે, ત્યારે તેમણે તમને છોડાવવા જોઈએ, તે તેઓની ફરજ છે. હે બંધુ, તમારે તે વિષેની કાંઈપણ ચિંતા રાખવી નહીં. બંધન થયાની અને બંધનમુક્ત થયાની વાત તમારે સંભારવી જ નહીં. વિપત્તિના સ્મરણથીજ માણસને ક્ષણે ક્ષણે દુઃખ થાય છે.”
આવાં તે પુરૂષનાં વચન સાંભળી તે દુઃખી માણસના મનને શાંતિ મળી. તથાપિ તે મંદસ્વરે બે બંધુ, તારા વચનેએ મારા હૃદયના દાહને સમાવે છે. તથાપિ મારા હૃદયમાંથી તે પરાભવનું સ્મરણ જતું નથી. હવે નગરમાં આવવાની મારી ઈચ્છા નથી, હું અહીંજ રહીને મારૂં જીવન પૂર્ણ કરીશ. ” “. - પેલા પુરૂષે શાંતતાથી કહ્યું, “મહારાજ, આ તમારે વિચાર પ્રશંસનીય નથી. તમારા વિના તમારે બંધુવંગ