________________
(૫૪૪)
જૈન મહાભારત. પ્રમાણે શૂરવીર સૈરીએ ગળે પકડી તે દૂતિને તિરસ્કાર કરી કાઢી મુકી. દૂતી વિલક્ષ અને નિરાશ થઈ ત્યાંથી હૃદયમાં દુઃખ પામતી કીચક પાસે આવી અને સર્વ વાત તેને નિવેદન કરી. દુષ્ટ કીચક એટલેથી અટક નહિ. તે પછી તેણે અનેક યુક્તિઓ કરો તથા દ્રવ્યની ભારે લાલચ બતાવી પદીને ભેળવવા માંડી પણ સતી દ્રૌપદી તેના મલિન પાશમાં આવી નહિં.
બીજે દિવસે કામી કીચક લાગ જોઈ એકાંતમાં દ્રોપદીની પાસે આવ્યો. જેમ કમલિનીને હાથી પકડે તેમ તેણે પદીને બળાત્કારે પકડી. બળવતી અને શીલના તેજથી જાજવલ્યમાન દ્રૌપદી તેના કરપાશમાંથી મુક્ત થઈ રાજસભા તરફ નાશી ગઈ. એટલે તે દુષ્ટ કીચકે પાછળ દેડી તેણીના બરડામાં લાતો પ્રહાર કર્યો. દીનવદની અને સાશ્રમુખી સૈરધી તેથી પકાર કરતી વિરાટરાજા પાસે આવી અને ઉંચે સ્વરે પોકાર કરવા લાગી “મહારાજા, મારી રક્ષા કરો. આપ અન્યાયરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘસમાન છે. અને દુષ્ટોને શાસન કરનારા છે. અરે ! જેને આશ્રયે જઈ રહ્યા અને તેનાથી જ આવું મહાભય પ્રાપ્ત થાય તે પછી કોની શરણે જવું? હે ધરાધીશ, તમારા નોકરો મહા અન્યાય કરે છે. આ તમારા સેવક અને સંબંધી કીચકે મને લાતોને પ્રહાર કર્યો છે. આ વખતે જે મારા પાંચ ગંધર્વપતિઓ હાજર હોત તો આ લાતેના પ્રહાર કરનારને શિક્ષા કરત. હું નિરપ