________________
મહાભારત.
(૫૨)
જૈન મહાભારત. પણ યોગ્ય સારથિ ન મળવાથી હું તેને સારથિ કરી લઈ ગયે હતો. જ્યારે હું રણભૂમિમાં ગયે, ત્યાં કોરની મેટી સેના સિંહનાદ કરી આકાશને ગજાવી મુકતી હતી. તે વખતે પ્રલચકાળના જે દેખાવ થઈ રહ્યો હતે. જ્યાં રણભૂમિને મોખરે આવ્યું, ત્યાં ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, દુર્યોધન, કર્ણ અને શકુનિ વગેરે મહાવીરે મારા જેવામાં આવ્યા. તેમને જતાંજ મારું સત્વ અને ધૈર્ય ચાલ્યું ગયું. પરાક્રમ અપરાક્રમ થઈ ગયું અને તેજ નિસ્તેજ થઈ ગયું. હું મારા શસ્ત્રોને પણ ભુલી ગયે.” તે વખતે મેં અધીર થઈને વૃહન્નટને કહ્યું –“વૃહન્નટ, આ કૈરવની સેનાને મહાસાગર મારાથી જોઈ શકાતો નથી. આ મહાસાગર મારા શસ્ત્રરૂપ કળશોથી શુષ્ક થનાર નથી. તેથી હું અહિંથી પલાયન કરવાને ઈચ્છું છું” આટલું કહી હું પલાયન કરવા તૈયાર થયે, ત્યારે વૃહવટે મને પકડીને કહ્યું, “રાજપુત્ર” તું વિરાટરાજાને પુત્ર થઈ આમ કરે છે, તે તેને ઘટિત નથી. શત્રુનું સૈન્ય જે પલા ચન કરવું, એ શૂર પુરૂષને અપકીતિનું કારણરૂપ છે. આ તારે પ્રાણ તું પલાયન કરીશ તે પણ કોઈ દિવસ જવાને છે, તે તેવા નાશવંત પ્રાણને માટે શાશ્વતયશ કેમ સંપાદન ન કરે ? તું પલાયન કરીને જે અપકીર્તિ પ્રાપ્ત કરીશ, તે તારા પિતાને મરણ પર્યત શલ્યની જેમ દુઃખ આપશે. અને પછી અગતિ આપશે. માટે તું પૈર્ય રાખી બેસી રહે. હું તને સર્વ પ્રકારની સહાય કરીશ. માત્ર ગાને હરવામાં પરાક્રમી