________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ.
(૫૫) બમણાં બાણે છેડવા માંડયા, તેથી કર્ણને સારથિ આકુળ વ્યાકુળ થઈ ગયે. તેણે અંજલિ જેડી કર્ણને કહ્યું “હે સ્વામી, દુર્યોધન રાજા ગાયને સમુદાય લઈ નીકળી ગયા છે. તે હવે તમે શામાટે આત્માને કલેશ આપો છો? હજી તમારે તમારા મિત્ર દુર્યોધનના ઘણા કર્તવ્ય આચરવાના છે.” સારથિના આ વચને કણે ગણકાર્યા નહિ અને પાછા હઠવાની ઈચ્છા દર્શાવી નહિં એટલે અર્જુનના બાણેથી મુંઝાયેલા સારથિ સ્વતંત્રપણે બળાત્કારે રથને રણભૂમિની બહાર એક બાજુએ દૂર લઈ ગયા. પછી કહ્યું પણ પ્રાણની આશાએ ૨ણભૂમિમાંથી નીકળી ગયે.
આ વખતે અને મને કહ્યું, “રાજ કુમાર રથને મહાવેગથી ચલાવે. દુરાત્મા દુર્યોધન ગાયોને લઈ મારી આગળથી ચાલ્યા જાય છે તે સ્થળે આ રથને ઉતાવળે લઈ જાઓ.” અર્જુનની આવી આજ્ઞાથી મેં વેગવડે દુર્યોધનની પાછળ રથ હંકાર્યો. “પાછળ અર્જુન આવે છે ” એવું જોઈ દુર્યોધનના સૈનિકે જેમ પવનથી રૂ ઉડી જાય તેમ ઉડી પલાચન કરવા લાગ્યા. પછી દુર્યોધન રણભૂમીને ધુરંધર થઈ ગાયને પાછળ રાખી અર્જુનની સામે યુદ્ધ કરવા ઉભે રહ્યો.
આ મારે ભાઈ છે.” એમ જાણી દયાળુ અને પ્રથમ તેની સામે સાધારણ બાણે ચલાવ્યા. પણ દુર્યોધન પિતાની શકિત પ્રમાણે અર્જુનને તીવ્ર બાણે મારવા લાગ્યા. તથાપિ દુર્યોધનના બાણ અર્જુનના બાણથી અધિક સામર્થ્યવાન થયા નહિં. ગજે ગમે તેવી ગર્જના કરે તે પણ તે મેઘની