________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ
(૫૬૩)
એવા આ શત્રુઓને જ્યાંસુધી હું જીતી લઉ, ત્યાંસુધી તુ માશ સારથિ થઈને રહે. ” આ પ્રમાણે કહી તેણે મને સારથિ બનાવ્યા અને પોતે સ્રીવેષનો ત્યાગ કરી યુદ્ધ કરવા તત્પર થયા. જાણે મૂર્તિમાન ધનુર્વેદ હોય અને સાક્ષાત મૂર્ત્તિ માન્ વીરરસ હાય, એવી તેની દિવ્ય મૂર્ત્તિ જોઈ હું ચિ ંતવવા લાગ્યા કે, “ આ કાઇ સ્રીવેષધારી વિદ્યાધર હશે. ” હું તા તેની વીરમૂર્ત્તિ જોઈ ચક્તિ થઇ ગયા. એટલામાં તે તેણે રાજાના મસ્તક અને વક્ષસ્થળરૂપ પાષાણુને છેદવાનુ જાણે ટાંકણું હાય ? તેવું ટંકાર શબ્દ કરતું ધનુષ્ય વગાડયું. તે વખતે સામા ઉભેલા દ્રોણાચાય ભીષ્મપિતામહ વગેરે સાવધાન થઇ પરસ્પર કહેવા લાગ્યા કે, “ જુએ, આ તે સામા વીરઅર્જુન છે ! ! અર્જુન વિના આવી ધૈર્ય સોંપત્તિ કાની હોય ? ” માવા તેમના વચન સાંભળી હું તદ્ન નિ:શંક અને નિ થયા. પછી મારા મનમાં · આ પાંડવ અર્જુન છે. ’ એવી શંકા પ્રાપ્ત થઇ. સાંપ્રતકાળે ભારતભૂમિમાં પાંડવા જેવા બીજા ચાદ્ધા છે નહિ. તેથી આ પાંડવજ સ્રીવેષ ધારણ કરી અજ્ઞાતવાસ કરવાને આવેલા હશે. ” આવું મેં માની લીધું. પછી હું પૂર્ણ ધૈય પ્રાપ્ત કરી અર્જુનની ઇચ્છા પ્રમાણે રથના અશ્વ ચલાવવા લાગ્યા. એક તરફ એકલા અર્જુન અને એક તરફ કાટયવિધ શૂરવીરા પણ તારા જેમ ઉદય પામેલા સૂર્ય ને સહન કરી શકતા નથી, તેમ અસંખ્ય શત્રુએ અર્જુનને સહન કરી શક્યા નહિ. પછી અર્જુને એવી ચાલાકીથી ખાણા છેડવા
ય
,,