________________
રવ કપટ અને પાંડવ પ્રકાશ.
(પ૬૭) મકલી, તે અર્જુન પાછા સ્ત્રીષ પહેરી નાટયશાળા તરફ ગયે છે.”
રાજકુમારનાં અવાં અમૃત સમાન વચનો સાંભળી વિરાટરાજાનું મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું. પછી તેણે એક અનુચરને નાટ્યશાળામાંથી અર્જુનને પિતાની પાસે બોલાવવા મેક. અજુન નાટ્યશાળામાંથી આવ્યા એટલે વિરાટપતિ આનંદાશ્રવર્ષાવતે અને રોમાંચિત થતે તેની સામે ગયે. અને અતિ આનંદના આવેશથી તે સ્ત્રીવેષધારી અર્જુનને ભેટી પડે. “વીર અજુન, તમે પાંડવ છે. આવા પરાક્રમી છતાં તમે આ સ્ત્રીવેષ કેમ ધારણ કર્યો છે? હવે તમારે સ્ત્રીવેષનો ત્યાગ કરે જોઈએ.” આ પ્રમાણે કહી વિરાટરાજાએ તેને સ્ત્રીષ ઉતારી લીધો અને ઉત્તમ અલંકારવાળાં સુંદર પુરૂષનો રાજવેષ પહેરાવી તેને પોતાની સાથે સિંહાસન ઉપર બેસાડે. પછી પ્રેમાશ્રુસહિત વિરાટપતિ વિનયથી બે – “વીર પુત્ર, સર્વ દિવસ કરતાં આજ દિવસ મારે મંગળમય છે. તારા જેવા વીર પુરૂષનું આગમન આજે અમૃતમય મુહૂર્તરૂપ થયું છે. હે વીરમણિ, તું કિરીટી છે. તેને હવે એ દિવ્ય મૂર્તિથી હું જોઉ છું. આજે તારા આગમનરૂપ અમૃત કરી તું મારે ઉત્તમ રાજ્યાભિષેક કરે છે. તારા જેવા વિજયી વીરના સ્પર્શથી મારો આખો દેશ શત્રુરહિત થયેલ છે. આ કંક, વલ્લવ, તંતિપાલ અને ગ્રંથિક જેઓએ વેષ બદલી મારી સેવા કરી છે, તેમને હું યાજજીવિત છું થયે છું. તેમાં