________________
જેને મહાભૂરત. રોગ્ય લાગે તેમ કર,” તે વખતે તમારે કુમારે ક્રોધના આવેશથી બે -“માતા, મને આજ્ઞા આપે. કર્ણ, તથા દ્રોણાચાર્ય અને ભીષ્માદિક સાથે આવેલે દુર્યોધન મારી શી ગણત્રીમાં છે? હું એકલે છતાં પણ એ સર્વને પરાભવ કરીશ. પણ મારે એક સારથિ જોઈએ. ઉત્તમ પ્રકારના ચાલાક સારથિ વિના યુદ્ધમાં જય થઈ શકતું નથી. વિશ્વને દહન કરનાર અગ્નિ પવન વિના પ્રદીપ્ત થતા નથી.”ઉત્તરકુમારની આ ચિંતા જાણું મારી પાસે રહેનારી સધી દાસીએ કુમારને કહ્યું, “રાજકુમાર, તમારી બહેન ઉત્તરાને સંગીત કળા શીખવનાર જે વૃહન્નટ છે, તે સર્વ સારથિઓમાં શિરોમણિ છે. પાંડેના રાજ્યમાં કેટયવધિ અને હાંકતે મેં તેને જે છે.” સરંધીના આ વચન સાંભળી ઉત્તમકુ મારના મનમાં શંકા આવી કે, વૃહન્ન, નપુંસક છે, તેનાથી એ કાર્ય કેમ થશે ? તથાપિ તેણે સૈર ધીના વચન ઉપરથી વૃહત્રટ–અર્જુનને સારથિ કર્યો. પછી પોતાના હથીયારે લઈ ઉત્તરકુમાર એકલે શત્રુઓની સામે યુદ્ધ કરવાને ગયે છે.”
સુદેણાની આવી વાણું સાંભળી પુત્રવત્સલ વિરાટરાજા યુદ્ધને માટે એકલા ગયેલા પુત્રને શેક કરવા લાગ્યો. “અરેરે! ઘણું અનુચિત થયું. કયાં મારે અસહાય પુત્ર! અને કયાં કેરેવાની બળવાન સેના! એ ભયંકર યુદ્ધરૂપી અગ્નિમાં મારા કુમારને અવશ્ય હેમ થઈ ગયે હશે. હવે હું શું કરીશ?”