________________
(૫૫૦)
જૈન મહાભારત.
“અમે આ સ્ત્રીને ચિતાગ્નિમાં નાંખીએ છીએ; જેની ભુજામાં ખળ હોય તે આવી તેની રક્ષા કરે; કીચકાના આ વચન સાંભળતાંજ ભીમસેન ગાજી ઉઠયા. તરત ત્યાં રહેલું એક માટું વૃક્ષ ઉખેડી તે વડે તેણે કીચકેાને પ્રહાર કર્યો, તે એકજ પ્રહારથી સાએ કીચકા મૃત્યુ પામી પૃથ્વી ઉપર ઢળી પડ્યા. અને સૈરધીને છુટી કરી તેને સ્થાને માકલાવી ભીમસેન પેાતાની પાકશાળામાં આવી હાજર થઇ ગયા. આ ખબર લેાકેામાં ફેલાઇ રાજદ્વારસુધી આવી. કીચકાના ઝુલમથી કંટાળેલી વિરાટનગરની પ્રજા તે વાત સાંભળી ખુશી થઇ. મહારાણી સુદેષ્ણા તે માઠા ખબર સાંભળી રૂદન અને પાકાર કરતી રાજા પાસે આવી કહેવા લાગી—“ આ પુત્ર, તમારા મારી ઉપર પ્રેમ છે, એ વાત સત્ય નથી. માત્ર આડુંખર છે. તમારા સેવકાએ મારા ભાઈઓને મારી નાંખ્યા, છતાં એ વાત તમે મનપર લેતા નથી. મારા માટાભાઈ કીચકને મારનાર શત્રુના પત્તો નથી, પણ આ સે। બંધુઓને મારનાર તમારી પાકશાળાના ઉપરી વર્તેવ છે. જો તમે એ વાવને નહીં મારા તા હું. પ્રાણઘાત કરીશ. ” સુદેાનાં આવાં વચના સાંભળી વિરાટપતિ તેના નેત્રના અશ્રુ પેાતાને હાથે લુછી તેણીને શાંત કરી મેક્લ્યા-- દેવી, તારા બંધુએના અનર્થ તારા પ્રેમને લઈને હું સહન કરતા હતા. પણ આજા મળવાન પુરૂષો શું સહન કરે ? તથાપિ તારા વચનને માન આપી હું વધ્રુવને શિક્ષા કરૂ, પણ એ બળવાન વીર એકલા આપણી સેનાના નાશ કરે તેવા છે. તાપણું તેના વધ