________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ.
(૫૫૫) ઉમંગથી ઉદ્યોગના રંગમાં પ્રવર્તી હતી. આ વખતે વિરાટ પતિ પ્રાતઃકાળની સર્વ ક્રિયા કરી રાજકાર્યમાં મગ્ન થવાની તૈયારી કરતે હતો. તેવામાં એક અનુચરે આવી ખબર આપ્યા કે, “મહારાજ, દ્વાર આગળ કેટલાએક ગોવાળ લેકે આવ્યા છે અને તે આપને મળવા ઈચ્છે છે.” અનુચરનાં આ વચન સાંભળી વિરાટરાજા સંભ્રાંત થઈ ગયે. તેણે તરત ગેવાળોને સમક્ષ લાવવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી તે અનુચર ગવાળને રાજાની સમક્ષ લઈ ગયે. તેઓ રાજાને પ્રણામ કરી બેત્યા–“ મહારાજા, દુર્યોધનને પક્ષપાતી સુશર્મારાજ પુષ્કળ સૈન્ય લઈ ચડી આવ્યા છે. તે અમારી ઉપર બાણની વૃષ્ટિ કરી દક્ષિણ દિશા ભણીની સર્વ ગાયને હરી લઈ જાય છે, માટે હે પૃથ્વી પતિ, આપ ક્ષત્રિય ધર્મને અનુસરી ગાયોને પાછી વાળવા વેગથી દેડો.” ગોવાળની આ ફરીઆદ સાંભળી વિરાટરાજા ચમકી ગયે. “પ્રાણ જતાં પણ ગાયનું રક્ષણ કરવું, ”એ તેણે નિશ્ચય કર્યો કારણ કે, ક્ષત્રિયવીર ગાય, કવિ, બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીઓનું રક્ષણ કરવામાં પોતાના પ્રાણને પણ તૃણતુલ્ય ગણે છે. “જાઓ, હું તમારી ગાયની વાર કરવા આવું છું.” આ પ્રમાણે કહી ગેવાળાને આશ્વાસન આપી વિદાય કરી રાજાએ સેનાને સજ્જ કરવાની આજ્ઞા આપી. તે જ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “મહારાજ, હસ્તિનાપુરને રાજા દુર્યોધના મેટી સેના લઈ નગરના સીમાડા ઉપર આવે છે. અને તેની સાથે દ્રોણાચાર્ય વગેરે મેટા મેટા દ્ધાઓ આવેલા છે.