________________
(પપ૩) તિએ પિતાની પાસે રહેલી સુદેણને કહ્યું, “પ્રિયા, જેયું! આ વલવ કે બળવાનું છે? આના જે વીર સહાયકારક આપણને કોઈ મળનાર નથી. માટે મારી જેમતું પણ એની ઉપર પ્રસન્ન થા.” રાજાનાં આવાં વચને સુદેણાએ અંગીકાર કર્યા. સર્વ સભ્યજીએ વલવને સાબાશીના શબ્દોથી વધાવી લીધે. ગુપ્ત વેશે રહેલા તેના ચારે બંધુઓ અંતરમાં અતિશય ખુશી થયા. પતિપ્રાણ દ્વૈપદી પિતાના પતિને વિજય જોઈ હદયમાં અતિશય આનંદ પામી ગઈ. “વલ્લવને વિજય, વલવને વિજ્ય” એમ બેલતે સર્વ સમાજ વિસજૈન થઈ ગયે.
પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી મનોરંજક બંધ ગ્રહણ કરજે. “જે કે પોતાના હૃદયમાં દુષ્ટ ઈરાદે રાખે, તેને કદિ પણ દુષ્ટ ફળ મળ્યા વિના રહેતું નથી.” આ ઉત્તમ નીતિસૂત્ર આ પ્રકરણમાંથી શિક્ષણીય છે. કીચકને તેની કુબુ દ્ધિનું કટુ ફળ પ્રાપ્ત થયા વિના રહ્યું નહિં. તે સાથે તેના કુબુદ્ધિ બંધુઓ પણ તેની પાપબુદ્ધિના ભંગ થઈ પડ્યા. સતી દ્રૌપદીના શીળનું સારી રીતે રક્ષણ થયું. શીળવતી સુંદરી જે પોતાના શીળવ્રતમાં દઢ હોય તે તેને પરાભવ કરવાને કઈપણ સમર્થ નથી. શીળના દિવ્ય પ્રભાવ આગળ કઈ પણ શક્તિ ચાલી શકતી નથી. સતી સ્ત્રીના શીળની રક્ષા કરવા માટે કદિ કે માનવ આત્મા ન મળે તે આખરે તેના અધિષ્ઠાયક દેવતાઓને હાજર થવું પડે છે.