________________
દુષ્ટ ઇરાદાનું દુષ્ટ કળ
(૫૫૧)
કરવા માટે મે એક ઉપાય શેાધ્યા છે, તે સાંભળ. હાલ દુર્યોધન રાજાના વૃષપર નામના એક શ્રેષ્ટ મર્ટી હસ્તિ નાપુરથી આપણા નગરમાં આવ્યા છે. તેણે અનેક મયુદ્ધમાં વિજય મેળવ્યેા છે. તેની સાથે આપણે વાવને મયુદ્ધ કરવા પ્રેરીશુ, વાવને મયુદ્ધ કરવાના અભ્યાસ નથી, તેથી મયુદ્ધમાં પ્રવીણ એવા વૃષક ર તેને હરાવી મારી નાખશે. ” આ પ્રમાણે મૃદુવચને કહી વિરાટ રાજાએ સુદેષ્ડાને શાંત કરી અંત:પુરમાં મોકલી હતી.
એક દિવસ વિરાટપતિએ દરબાર ભરી તેમાં દુર્યોધનના રાજમક્ષુ વૃષકરને ખેલાવ્યે. વૃષકપૂરે કહ્યું, “ તમારા રાજ્યમાં જો કાઇ મારી સાથે યુદ્ધ કરે તેવા પુરૂષ હાય તે તેને ખેલાવા. ’” તે વખતે રાજાએ તે વાત વિચાર ઉપર મુકી. પછી તેણે પાકશાળામાંથી વધ્રુવને ખેલાવી પુછયું. વલ્લવ—ભીમસેને તે વાત ખુશીથી કબુલ કરી, એટલે રાજાએ બીજે દિવસે મદ્યકુસ્તી કરવાના અખેડા તૈયાર કરાવ્યા. અને પેાતાના સર્વ પરિવારને લાવ્યા. મત્રિએ, સામતો અને ઉમરાવા આવી તે અખેડાના મ`ડપમાં હાજર થયા. મધ્યભાગે આવેલા એક ઉચ્ચ સિંહાસન ઉપર વિરાટપતિ વિરાજમાન થયા. ધમ વગેરે પાંડવા ભીમસેનને માટે નિશ્ચિંત થઇ સભામાં આવી હાજર થયા. જ્યારે સભામંડપ પૂર્ણ રીતે ચીકાર ભરાઈ ગયા, ત્યારે ચંદ્ર જેવા ઉજ્જળ પોશાક ધારણ કરી, ચંદનના લેપ કરી અને પુષ્પમાળા પહેરી જાણે સહ્યાદ્રિ અને વિધ્યાદ્રિ