________________
દુષ્ટ ઈરાદાનું દુષ્ટ ફળ.
(૫૪૯) પતિઓએ તેને માર્યો હશે, એ નિ:સંશય છે. પણ તે ગંધર્વો ગુપ્ત સંચારી છે, માટે તે આપણને મળી શકશે નહીં. તેથી તે સૈરબ્રીને ચિતાગ્નિમાં હેમી દઈ આપણું વૈરને બદલે વાળે.” આવું વિચારો તેઓ જ્યાં માનિની–સિધી હતી, ત્યાં આવ્યા અને તેણીને બળાત્કારે આકર્ષણ કરવા માંડી. તે વખતે સરંધ્રોએ ઉંચે સ્વરે પિકાર કરવા માંડે-“હે જય, હે જયંત, હે વિજય, હે જયસેન અને હે જયબળ, તમે ગમે ત્યાં હું પણ મારું રક્ષણ કરે. ચિતાગ્નિમાં હોમવા સારૂ આ દુછો મને પકડી લઈ જાય છે.” આ પિકાર પાકશાળામાં રહેલા ભીમસેને સાંભળે. તરત તે સ્મશાન તરફ દેડી ગયે. સ્મશાનના માર્ગમાં જતાં કીચકના બંધુઓની પાસે આવી તેણે કહ્યું, “કીચકે! તમે બળાત્કારથી આ સ્ત્રીને કયાં લઈ જાઓ છે? એનું રક્ષણ કરવાને સમર્થ એ કોઈ નામને કે પુરૂષ પણ કઈ ઠેકાણે જ હશે.” તેના આવાં વચન સાંભળી કીચકે બેલ્યા–“હે વલ્લવ, આ સ્ત્રી અમારા ભાઈ કીચકના મૃત્યુને હેતુ છે. તેના વિના અમારા ભાઈને કોણે માર્યો, તે અમે જાણતા નથી. જ્યારે કોઈ શત્રુ અમારા જાણવામાં આવતું નથી, ત્યારે આ સ્ત્રીને ચિતામાં નાખી અમારૂં વૈર શાંત કરીશું ?” ભીમસેને કહ્યું, “તમારા ભાઈએ પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરી મેટ અન્યાય કર્યો છે. માટે તેનું ફળ તે પામે છે. તમે આ સ્ત્રી હત્યા કરી બીજું પાપ શામાટે કરે છે ? તેનું ફળ તમને પ્રાપ્ત થયા વિના રહેશે નહીં.” કીચકાએ ક્રોધથી કહ્યું,