________________
( ૧૪૨ )
જૈન મહાભારત.
,,
રક્ષા કર્યા કરે છે. જો કેાઈ પુરૂષ મારી ઉપર કુદૃષ્ટિ કરે તા તે તેના જીવિતને લેવા તૈયાર થાય છે. વિદ્યાના પ્રભાવથી તે મારા પતિએ હંમેશાં મારી આસપાસ સર્વ સ્થળે સંચાર કરે છે. તેના બળની આગળ સિંહ સરખાની પણ ગણુના નહિ, તેા પછી રાજા કાણુ માત્ર છે ! ” સૈર ધ્રીનાં આવાં વચન સાંભળી સુદેખ્શા પ્રસન્ન થઇ ખેલી—“ ભદ્ર, જો એમ હાય તા તારે માટે હું નિશ્ચિંત છું. આ મારી રાજ્યલક્ષ્મી તારીજ છે, એમ તુ સમજજે. અને ઇચ્છા થાય તે નિ:શક થઇ મને જણાવજે. ” આ પ્રમાણે સુદેાના વચનથી દ્નાપદીના હૃદયમાં વિશેષ હિંમત આવી અને ત્યારથી તે તન, મનથી મહારાણી સુદેાની આજ્ઞા ઉઠાવવા તત્પર થતી હતી અને આ તધર્મની ઉપાસના કરી પેાતાના પવિત્ર શીળનું રક્ષણ કરતી હતી.
એક વખતે દ્રૌપદી અંત:પુરના મહેલમાં પેાતાના ક વ્યથી નિવૃત્ત થઈને એકલી એડી હતી. તેવામાં કીચકે મેકલેલી પેલી ક્રુતિ દાસી ત્યાં હસતી હસતી આવી. તેણી સરીને નમન કરી દીનતા દર્શાવી બેલી—“ સર શ્રી, માજકાલ દરબારમાં ચારે તરફ તમારી પ્રશંસા ઘણી સાંભળવામાં આવે છે. વળી જગમાં તમારૂ પતિવ્રતાપણું પ્રખ્યાત છે, તે વાત મારા જાણવામાં છે, તથાપિ તમને એક ગુપ્ત વાત કહેવાને આવી છું. તે તમે ધ્યાન દઈને સાંભળશે. આપણાં મહારાણી સુદેાદેવીના સગેા ભાઇ કીચક છે,