________________
ધર્મારાધનને પ્રભાવ
(૨૧) કહ્યું, “ભીમ, તું સત્ય કહે છે, પણ જે એ કૃત્યા તારી દષ્ટિગોચર થશે, તો તું તેનું ખંડન કરી શકીશ. પણ એ રાક્ષસજાતિ અનેક પ્રકારના છળ-કપટને જાણનારી હાઈ અદશ્ય રહી ઉપદ્રવ કરે છે. માટે તેને દૂર કરવાને ઉપાય ધર્મારાધન છે. ધર્મના આરાધનથી કર્મરૂપી દૂતે નાંખેલી વિપત્તિઓ નાશ પામી જાય છે. તેથી આપણે આ વખતે ધર્મારાધન કરવાની જરૂર છે. ધર્મની સહાયથી આપણે સર્વ રીતે નિરાબાધ રહી શકીશું.”
યુધિષ્ઠિરના આવા શીખામણના વચન સાંભળી સર્વ પડવેએ ધર્મારાધન કરવાનો નિશ્ચય કર્યો. તેઓ ખાન, પાન અને નિદ્રા વગેરેને ત્યાગ કરી નિર્જન સ્થાનમાં ગયા. ત્યાં જુદા જુદા બેશી ઇન્દ્રિયને વશ કરી ઉત્કટિકા આસન ઉપર બેઠા અને મનની સ્થિરતા ધારણ કરી સાત દિવસ સુધી પંચપરમેષ્ઠીનું ધ્યાન કરવા લાગ્યા. વીરઅજુન એક પગે કાર્યોત્સર્ગ ધ્યાને રહી નવકારરૂપ મહામંત્રને જાપ કરવા લાગ્યું. તેની સાથે ભીમસેન, નકુળ, સહદેવ, કુંતી. અને યુધિષ્ઠિર આદર સહિત ધર્મારાધના કરવા લાગ્યાં. આ પ્રમાણે ધર્મક્રિયા કરતાં તેમને છ દિવસ વ્યતીત થઈ ગયા. સાતમે દિવસે કૃત્યને ભય થવાને છે, એવું જાણું શસ્ત્રાસ્ત્ર પાસે રાખી એકાગ્રમને ધર્મધ્યાન કરતા હતા.
આવી સ્થિતિમાં રહી પાંડવકુટુંબ ધ્યાનમાં રક્ત થયું હતું, તેવામાં સાતમે દિવસે ધુમ્રાકાર જે ધૂળને સમુદાય