________________
ધર્મારાધનને પ્રભાવ
(પ૩૩) હે પાંડવે, તમે કરેલા સત્પાત્રદાનના પ્રભાવથી તમને સત્વરે સંપત્તિ પ્રાપ્ત થશે.”
પવિત્ર મુનિ શુદ્ધ ભિક્ષા લઈ ધર્મલાભની આશીષ આપી ત્યાંથી ચાલ્યા ગયા. પછી પાંડુપુત્રએ પવિત્ર ભાવના ભાવતાં પુણ્યમય પારણું કર્યું. અને પછી તેઓ કેટલાક દિવસ સુધી તે દ્વૈતવનમાં સુખે રહ્યા હતા.
પ્રિય વંચનાર, આ પ્રકરણમાં કેવળ ધર્મને જ પ્રભાવ વર્ણવે છે. પાંડવે જ્યારે દુર્યોધને કરેલા ઉપદ્રવથી મુંઝાયા, ત્યારે તેમણે ધર્મનું જ શરણ લીધું હતું. તેમણે એકનિષ્ઠાથી અને ખરી ટેક રાખી સાત દિવસ સુધી ધર્મારાધન કર્યું, તેના પ્રભાવથી જ તેઓ કૃત્યા રાક્ષસીના દુષ્ટ પંઝામાંથી બચ્યા હતા. સધર્મ દેવલોકમાં પ્રભાવિક દેવતા પાંડવિના ધર્માચરણથી આકર્ષાઈ આવ્યું હતું અને તેણે અનેક યુક્તિ કરી કૃત્યાના ઘોર ભયમાંથી પાંડવોની રક્ષા કરી હતી. વાંચનાર, આ ઉપરથી તારા હૃદયને ધર્મના આરાધનમાં જેડી દેજે. ધર્મને પ્રભાવ ચમત્કારી, દિવ્ય અને અદભુત છે. આહંત ધર્મના શરણને સંપાદન કરનારા આત્માઓનું કદિપણ અનિષ્ટ થતું નથી. કદિ કર્મવેગે તેઓ વિપત્તિના મહાસાગરમાં મગ્ન થાય, તેપણ ધર્મનું દિવ્યનાવ તેમને તેમાંથી તારી લે છે. પૂર્વકાળના ઈતિહાસમાં એવા ધર્મના સેંકડે ચમત્કારો જોવામાં આવે છે. અનેક ધર્મવીરો વિપત્તિને વિદારી સંપત્તિના પાત્ર બનેલા છે. તેમનું યશગાન અદ્યાપિ ભારતની જેનપ્રજા પોતાના સઝાયેધ્યાનમાં કરે છે.