________________
(૫૩૬)
જૈન મહાભારત શરીર ઉપર કંચુકી ધારણ કરી, મસ્તક પર કેશને અડે વાળી, કાનમાં કુંડળ પહેરી, અને નેત્રમાં અંજન આંજી પુરૂષ છતાં સ્ત્રીને વેષે કોઈ પુરૂષ રાજાને મળવા આવ્યા. તે પંઢ પુરૂષને જોઈ રાજાએ વિચાર્યું કે, “આ સ્ત્રી નૃત્ય તથા ગાયનમાં કુશળ હશે, માટે આ અંતઃપુરને લાયક છે. ” આવું વિચારી તેણે પુછ્યું કે, “ભ, તું સ્ત્રોના જે દેખાય છે, પણ તારા શરીર ઉપર સ્તન વગેરેને દેખાવ જોવામાં આવતું નથી. વળી તારી આકૃતિ એવી છે કે, “તું સ્ત્રી છે કે પુરૂષ છે, એ વાતને નિર્ણય કરે મુશ્કેલ થઈ પડે છે.” રાજાના પુછવા ઉપરથી તેણે કહ્યું કે, “રાજન ! હું સ્ત્રી નથી તેમ પુરૂષ પણ નથી, હું તે વૃહનટ નામને પંઢ છું. નૃત્ય, ગીત અને વાઘ–એ ત્રણે વિષયનું રહસ્ય હું જાણું છું. મારા એ ગુણને લઈ પાંડકુમાર યુધિષ્ઠિરે પોતાના અંત:પુરમાં મારે નિયોગ કર્યો હતો, પણ તેમને વનવાસ થવાથી હું મુક્ત થઈ ફર્યા કરું છું.” તેના આવા વચન સાંભળી આપણું -દયાળ રાજાએ રાજકુમારી ઉત્તરાને અભ્યાસ કરવાને માટે તેને નિયોગ કર્યો છે. અને રાજપુત્રી ઉત્તરાને તેને સ્વાધીન કર્યા છે. મહારાજાએ તેને માટે રાજમહેલથી ઉત્તર તરફ એક નાટ્યશાળા બાંધી આપી છે.
તે પછી હાથમાં ચાબુક લઈ એક ચપળ અશ્વને ખેલાવિતે અને અશ્વને વિચિત્ર ચાલ શીખવતે કે પુરૂષ આવ્યું. તે રાજાની દષ્ટિએ પડતાં તેને બોલાવી પુછયું, ત્યારે તેણે