________________
ધર્મારાધનને પ્રભાવ.
(૫૩૧)
તમારૂં દુકૃત્ય ભેગવી છુટ્યા છે. તમારા તપના પ્રભાવથી તમારૂં અનિષ્ટ નિવૃત્ત થયું છે. હવે મને મારા સ્વર્ગલોકમાં જવાની આજ્ઞા આપ. હું સર્વદા તમારે સહાયક છું, એમ માનજો.” આ પ્રમાણે કહી તે દેવ ત્યાંથી પિતાના ધામમાં ચાલ્યા ગયે. તે સમયે સૂર્ય પણ અસ્ત થઈ ગયો અને રાત્રિ રૂપી સ્ત્રી અકાશરૂપી થાળમાં નક્ષત્રરૂપ અક્ષત ભરી અને ચંદ્રરૂપી દધિ લઈ જાણે મહાત્મા પુરૂષને વધાવવા આવી હોય, તેમ દેખાવા લાગી. તે વખતે પાંડવકુટુંબ નિશાસયનું ધાર્મિક કૃત્ય કરી પિતાના આશ્રમમાં વિશ્રાંત થઈ ગયું.
બીજે દિવસે પ્રાત:કાળ પ્રગટ થયે. ગગનમણિનાં કિરણથી સમગ્રવિશ્વ જાણે રૂખ્યમય બન્યું હોય, તેમ દેખાવા લાગ્યું. આજે પવિત્ર પાંડવકુટુંબને સાત દિવસના મહાવ્રતનું પારણું હતું. દ્રપદીએ ફળ, ધાન્ય અને વનના મનગમતા ભઠ્ય પદાર્થો મંગાવી તેની નવીન રસભરી રસવતી ઉતાવળથી બનાવી. સમય થયો એટલે પાંડે ભેજન કરવા બેઠા. પુત્રવત્સલા કુંતીએ સર્વને ભેજન પીરસવા માંડયું. આ વખતે પાંડના હૃદયમાં સ્વાભાવિક રીતે વિચાર થયે કે, “આ વખતે જે કઈ સત્પાત્ર અતિથિ પ્રાપ્ત થાય, તે આપણું ભાગ્યની અનુકૂળતા સમજવી. જે પુરૂષને આવે સમયે તપે. મય સત્પાત્ર પ્રાપ્ત થાય, તો તે પુણ્યવાન પુરૂષ ગણાય છે. ન્યાયપાર્જિત દ્રવ્યને બીજની જેમ સુક્ષેત્રે વાપરનારા પુરૂને પૂર્ણ ધન્યવાદ છે.”