________________
ધર્મારાધનને પ્રભાવ.
(પર૩) કુંતી અને દ્રૌપદી ચિંતાતુર થઈ ગયા. તેવામાં કઈ રાજચિન્હને ધારણ કરનારા પુરૂષે તેમના આશ્રમમાં પ્રવેશ કર્યો. તે પ્રવિષ્ટ થયેલા પર પુરૂષને જોઈ પાંડ પાસે ન હવાથી બંને સતીઓ ભયભીત થઈ જિનેશ્વરનું સ્મરણ કરવા લાગી. એટલામાં તે રાજવેષધારી પુરૂષ પોતાની બે ભુજા પ્રસારી પદીને બળાત્કારે પકડી અશ્વ ઉપર બેસારી અને પોતે બીજા અશ્વપર બેશી વેગથી ચાલ્યું. આ સમયે સતી દ્રૌપદીએ ઉંચે સ્વરે આકંદ કરવા માંડયું, તે સેનાની પાછળ ગયેલા પાંડેના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેઓ સેનાને પીછો છોડી દઈ દ્રૌપદીનું હરણ કરનાર તે પુરૂષની પાછળ દેડયા. પાંડવે આવી પહોંચે એટલામાં તે પુરૂષ પદીને લઈ પિતાના વેગવાળા અશ્વથી સેનામાં આવતો રહ્યો.
અમારી પ્રિયાનું હરણ કરી તું કયાં જાય છે?” એમ કહી અને તેની ઉપર બાણવૃષ્ટિ કરવા માંડી. પાંચે પાંડ યુદ્ધ કરતા તેની નજીક આવ્યા, ત્યાં તે તે પુરૂષ દ્રોપદીના ઉપર ચાબુકના પ્રહાર કરવા લાગ્યો, એવામાં અકસ્માત્ પાંડને સખ્ત તૃષા લાગી. તૃષાથી પિડીત એવા ધર્મરાજાએ પિતાના બંધુઓને કહ્યું, “વ, મને તૃષાની અતિ પીડા થાય છે, માટે આટલામાં કઈ સ્થળે જળ છે? તેની શોધ કરો. મને કેટલીક સૂચનાથી લાગે છે કે, અહિં કઈ ઠેકાણે નજીક જળાશય હોવું જોઈએ. આ દ્રૌપદીને ચાર વિલંબ કરે છે, એટલા વખતમાં તમે જળ લઈ આવે. હું તૃષારહિત થયા પછી એ શત્રુને યમપુરીમાં પહોંચાડી પ્રિયા