________________
( ૫૧૬)
જૈન મહાભારત અને પ્રજા વર્ગ દુ:ખી થશે. જે પોતાના એકથી બીજા ઘણુંએને દુઃખ થતું હોય તે, તેણે પોતાને આગ્રહ છેડી દે. જોઈએ. દુરાગ્રહ અતિશય દુ:ખકારક થાય છે.”
તે પુરૂષના આ વિચારને બીજા ઘણાઓએ અનમેદન આપ્યું અને તેથી પેલા પડેલા પુરૂષના વિચાર ફરી ગયા, અને તે ત્યાંથી નગર તરફ રવાને થયે. ચરણની પીઠાથી પાંગળો થઈ ગયેલે તે પુરૂષ તેના સંબંધીઓના હાથને ટેકે લઈ માંડમાંડ નગરમાં આવી પહોંચે. નગરમાં આવ્યા પછી પણ તે શૂન્ય થઈને પડી રહેતા હતા. કેઈ જાતની રમત ગમત તેને રૂચિકર લાગતી ન હતી. આ દિવસ ચિંતામાં મગ્ન થઈ સંકલ્પ-વિકલ્પ કર્યા કરતો હતે.
| વાંચનાર, ચાલતા પ્રસંગને લઈને તમારા હદયમાં આ વાતનું સ્પષ્ટીકરણ થઈ ગયું હશે, તથાષિ વિશેષ સ્પષ્ટ કરવાને તેને પદ્ધવિત કરવું યોગ્ય ધારીએ છીએ. - જ્યારે ચિત્રાંગદે યુધિષ્ઠિરની આજ્ઞાથી દુર્યોધનને બંધનમાંથી છેડી મુક્યા હતા, ત્યારે તે પાંડેથી શરમાઈને ત્યાંથી પોતાની રાજધાની હસ્તિનાપુર તરફ રવાને થયે, પણ ઘણા દિવસના બેડીના બંધનથી તેના પગ સુઝી ગયા - હતા, તેથી તે ચાલી શકે નહીં. તેને ચાલતાં ચરણમાં ભારે પીડા થતી હતી. દુઃશાસન અને બીજા કેટલાએક પોતાના માણસોના હાથને ટેકે લઈ તે માંડમાંડ અર્ધ પંથે આવી પહોંચે, ત્યાં એક સીમળાનું ઝાડ આવ્યું,