________________
ચેતવણી.
(૪૪૭) કુટુંબની રક્ષા કરે છે. તેઓમાં જે વૃદ્ધ માતા છે, તે પેાતાના કુટુંબના કલ્યાણુની ઈચ્છા રાખી શ્રીશાંત પ્રભુના ચરણ કમળનું નિર તર સ્મરણ કરે છે અને પ ંચપરમેષ્ટિના ધ્યા નમાંજ પેાતાના દિવસ નિમન કરે છે. અને જે તરૂણ સ્ત્રી છે, તે ગૃહકાર્ય માં તત્પર રહે છે અને શુદ્ધ હૃદયથી એ પાંચે પુરૂષોની સેવા કરે છે. ભદ્ર, આવી રીતે એ કુટુંબને દ્વૈતવનમાં સુખે રહેલું જોઇને હું આવું છું. ” આટલું કહી તે મુસાફર ત્યાંથી જવાને તૈયાર થયા. પેલા તરૂણ પુરૂષે શુભ સમાચાર આપનાર તે મુસાફરના હૃદયથી ઉપકાર માન્યો.
,,
:
પ્રિય વાંચનાર, વાત્તોના સંબંધને લઈને ચાલતા પ્રસંગ તમારા સમજવામાં આવ્યેા હશે, તથાપિ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યક્તા છે, જે તરૂણ પુરૂષ હતા. તે િવદુરે પાંડવાની ખબર કાઢવાને મેકલેલે પ્રિયંવદ નામના અનુચર હતા. પ્રિયંવદ તેવા કાર્ય માં ઘણા પ્રવીણ હતા. ‘ પાંડવા દ્વૈતવનમાં ગયા છે, એવા ખખર સાંભળી પ્રિયંવદ આ દ્વૈતવનને માગે આવ્યે હતા. રસ્તામાં તેને પાંડવાના કુટુંબની ખબર જાણનારા કેાઈ મુસાફર મળી ગયા હતા. મુસાફરે જે ખબર આપ્યા તે યથા હતા. જ્યારે ભીમસેને મકરાક્ષસને માર્યા અને એકચક્રાનગરીમાં તેમનું ભારે સન્માન થયું, તે વખતે યુધિષ્ટિરે પેાતાના ખએને જણાવ્યું હતું કે, “ આપણી કીર્ત્તિના કાલાહુલ સર્વ સ્થળે થઇ જશે અને તેથી આપણે જાહેરમાં આવી જઇશુ, લાક્ષાગૃહમાંથી આપણે જીવતા રહ્યા છીએ, એ