________________
અપકાર પ્રત્યે ઉપકાર.
( ૫૦૩)
વચન સાંભળી તમારા બંધુ દુર્યોધને ક્રોધથી આજ્ઞા કરી કે, આપણી સેનાને લઈને ત્યાં જાઆ અને તે રક્ષકાના વધ કરી તે મહેલ આપણે કમજે કરો. તમારા ખંધુની આજ્ઞાથી તે દૂત માટી સેના લઈ ત્યાં ગયા અને તેણે રક્ષકાના નિગ્રહ કરી તે સુંદર મહેલ સ્વાધીન કરી લીધેા. પછી તમારા મધુએ આવી તે મહેલમાં વાસ કર્યા. ઇંદ્ર જેમ નંદન વનમાં ક્રીડા કરે, તેમ તમારા મધુએ તે મહેલમાં રહી વનની અંદર ક્રીડા કરવા માંડી. ફાઇવાર તે પેાતાના પરિવાર સાથે પત ઉપર જઈ વિવિધ પ્રકારની ક્રીડા કરતા અને ફાઇવાર જળાશયમાં જઇ જલક્રીડા કરતા હતા. કેવળ ક્રીડા કરીને તે શાંત થયા નહીં, પણ તે વનમાં કેટલાએક પ્રદેશેાને તેમણે ભાંગ ફાડ કરી ખગાડી નાંખ્યા હતા.
એક વખતે તમારા અધુ પરિવાર સાથે તે સુંદર મહેલમાં બેઠા હતા, તેવામાં આકાશ માર્ગે હજારા વિમાના આવી ચડયાં. તે વમાનેમાં હજારેગમે સુભટ બેઠેલા હતા અને તે ભયંકર ગ ના કરતા હતા. તેઓએ નીચે આવી તમારા મધુના સૈનિકાને કહ્યુ, “ અરે સૈનિકા, અનીતિને માગે ચાલનારા તમારા સ્વામી દુર્યોધન કયાં છે? તેને ખમર આપા કે, આ વનના સ્વામી ચિત્રાંગઢ તેની શોધ કરે છે. અને તેને પકડવાને માટે આ વિદ્યાધરાની માટી સેના આવેલી છે.” તેઓના આવાં વચનેા સાંભળી અને તેમની મેાટી સેના જોઇ તમારા અંધુ, કર્ણ અને ખીજા કારવા ક્ષેાભ પામી ગયા.