________________
_
-
અપકાર પ્રત્યે ઉપકાર.
( ૫૧૩) બંધુ સહિત હસ્તિનાપુરમાં મેક. દુર્યોધન શ્યામ સુખ, કરી ત્યાંથી ચાલી નીકળ્યો. મરૂદેશમાં વૃષ્ટિનું જળ જેમ સ્થિર રહેતું નથી, તેમ દુબુદ્ધિ પુરૂષ ઉપર કરેલ ઉપકાર તેના માનમાં સ્થિર રહેતો નથી. ત્યાર પછી ધર્મરાજાએ ઉપકાર માની ચિત્રાંગદ અને ચંદ્રશેખરને વિદાય કર્યા હતા. પછી પોતે પતાના કુટુંબ સાથે તે સ્થળે આનંદવાર્તા કરતા રહ્યા હતા.
પ્રિય વાંચનાર, આ રમણીય પ્રસંગમાં તારે જેટલે બેધ લેવાનું હોય, તેટલે લઈ લેજે. અપકારને બદલે ઉપકાર કરવાને મહાગુણ આ સ્થળે પ્રાપ્ત થાય તેમ છે. ધર્મવીર યુધિષ્ઠિરની કેવી વિશાળ ઉદારતા ! તેનું કેવું ઉપકારી પવિત્ર હૃદય ! તેને માટે તારે બહુજ મનન કરવાનું છે. જે તારે તારા મનુષ્ય જીવનને કૃતાર્થ કરવાનું હોય તે તેજ ઉદારતા ગ્રહણ કરી તારા જીવનને ઉજવળ બનાવજે. તું એક બીજે પણ મહાન ગુણ અવાંતર લાભ રૂપે ગ્રહણ કરજે. તે ગુણ અજુન અને ભીમસેનની ભ્રાતૃભક્તિને છે. ભીમસેને દુર્યોધનના અવગુણો સંભારી તેની ઉપર ઉપકાર કરવાની પોતાની અને નિચ્છા પ્રગટ કરી હતી, પણ આખરે તેને પોતાના વડિલ બંધુને માન આપવું પડયું હતું અને તેની આજ્ઞાવિરૂદ્ધ વર્તવાને તેણે જરા પણ હીંમત કરી ન હતી. પછી મૌન ધરી બેસી રહ્યો હતે. એજ ગુરૂજનને મહાન વિનય કહેવાય છે. પૂર્વકાળે લઘુજન ગુરૂજનનું એવું માન રાખવાને પ્રવૃત્તિ કરતે
* ૩૩