________________
વનવાસમાં વિજય.
(૪૭૭)
અર્જુન તેની ઇચ્છા કરતા નહાતા. કેટલીક કામાતુર કામિનીએ તો તેની પાસે આવી પ્રાર્થના કરતી કે ભદ્ર, ‘તું અમારા સ્વામી થા. ’ પણ અર્જુન તે વાતને અનાદર કરતો અને પેાતાના પ્રિય બંધુઓના દુ:ખની ચિંતા કરતો હતો. તે નગરના વાસી ચિત્રાંગદ, વિચિત્રાંગ અને ચિત્રસેન વગેરે એકસા ખેચર અર્જુનને જોવા સારૂ આવ્યા હતા અને તેઓએ અર્જુનની ધનુર્વિદ્યાની પ્રવિણતા જેમ તેને પેાતાના ગુરૂ થવાની પ્રાર્થના કરી હતી. પછી વીર અ ને તેને પેાતાની ધનુર્વિદ્યા શીખવી હતી. ધનુર્વિદ્યામાં પ્રવીણ થયેલા ખેચરાએ અજુ નને ગુરૂદક્ષિણામાં પેાતાનું સર્વસ્વ આપવા માંડયું, ત્યારે અર્જુને અતિ આગ્રહથી તેમને નિવાર્યા હતા. અર્જુનના આવા આગ્રહ જોઇ તે ખેચરીએ નિશ્ચય કર્યો હતા કે, જ્યારે જરૂર પડે ત્યારે અર્જુનને ગુરૂદક્ષિણામાં પ્રાણદાન કરવું. આથી અર્જુન અને ખેચાની વચ્ચે ગાઢ મૈત્રી બંધાઇ હતી. સ’ગીતમાં પ્રવીણ એવા ચિત્રાંગદ ગ ધવે સંગીતવડે અર્જુનની આરાધના કરી, તેથી તે ચિત્રાંગદ્યની ઉપર અર્જુનની વિશેષ પ્રીતિ થઈ હતી.
વીર અર્જુન આ પ્રમાણે ઘણુ` મિત્રખળ વધારી ઇંદ્રના રાજ્યમાં કેટલાક દિવસ સુધી રહ્યો હતા. એક વખતે તેને પાતાના ખંધુઓનું સ્મરણ થઇ આવતાં તેનું હૃદય ઉત્સુક થઈ ગયું. તત્કાલ તેણે પોતાના બંધુઓની પાસે જવાને ઇંદ્રની આજ્ઞા માગી. ઇંદ્ર અર્જુનના પ્રેમમાં એટલા બધા અધાઈ