________________
શું”
અહીનું સ્મરણ પુત્રને હદ
વિલંબ
કમળનું ફુલ.
(૪૮૯) પહેલાં તું તારા બંધુઓની શોધ કરી જલદી પાછો આવ અને અમને સનાથ કરી ચિંતાગ્નિની પ્રચંડ જ્વાળામાંથી મુક્ત કર. જ્યાં સુધી આ ગગનમણિ અસ્ત થયા નથી, ત્યાંસુધી અમે તારા આવવાની રાહ જોઈ અમારા પ્રાણ ધારણ કરી શું.” કુંતીની આ આજ્ઞા દક્ષ યુધિષ્ઠિરે અંગીકાર કરી અને તે પંચપરમેષ્ટીનું સ્મરણ કરતાં બેઠે થઈ જળની અંદર ગયે. કુંતીએ પિતાના પ્રિયપુત્રને હૃદયથી આશીષ આપી. યુધિષ્ઠિર પણ તરત પાછો આવ્યો નહિં. તેને વિલંબ થયે, એટલે કુંતી અને દ્રપદી અતિ શોકાતુર થઈ પોકાર કરવા લાગી. તેમના આર્તનાદથી ગનપ્રદેશ ગાજી ઉઠ્યો. જાણે તે પવિત્ર સ્ત્રીઓને કરૂણાજનક દેખાવ જોઈ શક ન હિય, તેમ સૂર્ય અસ્તગિરિપર આરૂઢ થયે અને અલ્પ સમચમાં તે તે અસ્ત થઈ ગયા.
સૂર્યાસ્ત થયા પછી કુંતી અને દ્રૌપદી વધારે ચિંતા તુર થઈ ગયાં. તેમના હૃદય શોકથી આકુળ-વ્યાકુળ થઈ ગયાં. “હવે શું કરવું? કયાં જવું અને કેનું શરણ લેવું ? એમ દિગમૂઢ થઈ રૂદન કરવા લાગી. ક્ષણવાર મૂછ અને ક્ષણવાર વિલાપ કરતી કુંતી અને દ્રૌપદી વનપશુઓને પણ રેવરાવતી હતી. તેમની આ વખતની દયાજનક સ્થિતિ જોઈ અવાચક પ્રાણુઓ પણ દુખી થઈ જતાં હતાં. - કુંતીએ કરૂણુસ્વરે કહ્યું વત્સ, “આ તમારી પુત્રવત્સલ માતાને અને આ તમારી પ્રેમ પ્રિયાને દર્શન આપી