________________
(૪૯૮)
જૈન મહાભારત. સેવા કરવાને ઈચ્છું છું. જે તમારી ઈચ્છા હોય તો આ વિમાનમાં બેસે. જ્યાં તમારે જવું હશે, ત્યાં હું લઈ જઈશ.” કુંતીએ નમ્રતાથી કહ્યું-“દેવ, તમે મારે મહાન્ ઉપકાર કર્યો છે. તમારા પ્રભાવથી આ મારા પુત્રના મુખનું મને દર્શન થયું છે. હવે જે તમને એગ્ય લાગે તો અમને સર્વને અહિંથી વિમાનમાં બેસાડી તવનમાં લઈ જાઓ. અમે સર્વ અહિંથી ત્યાં જવાને ઈચ્છિએ છીએ.” કુંતીની આવી માંગણું તે દેવતાએ આનંદથી અંગીકાર કરી અને પિતે પછી પાંડવકુટુંબને વિમાનમાં બેસાડી વાયુવેગથી દ્વૈતવનમાં લઈ ગયા હતા. પછી તે દેવ પાંડવોની આજ્ઞા લઈ જે સ્થળેથી પિતે આવ્યો હતો, ત્યાં ચાલ્યા ગયે.
હવે પાંડ આનંદથી વૈતવનમાં રહ્યા હતા. આમ તેમ વનમાં ફરતાં તેમને પાંચ વર્ષ વીતી ગયાં હતાં. યુધિષ્ઠિર રાજા પિતાના કુટુંબ સાથે ત્યાં રહી સુખવિહાર કરતા હતા. નાગરાજે આપેલી દિવ્ય મણિમાળા યુધિષ્ઠિરે પિતાના કંઠમાં પહેરી હતી. અને પેલું કમળનું ચમત્કારી પુપ યુધિષ્ઠિરે સતી દ્રૌપદીને તેના કર્ણભૂષણમાં ધારણ કરાવ્યું હતું. સર્વ પાંડે પોતાની માતાની અને પ્રિયાની સમાધિના અદભુત પ્રભાવનું વારંવાર સ્મરણ કરી Àતવનમાં આનંદને અનુભ વતા સુખે કાળ નિર્ગમન કરતા હતા. અને વિદ્યાધરપતિ ઇન્દ્ર અને નાગપતિનાગૅદ્રની પ્રીતિનું વારંવાર સ્મરણ કરતા હતા
પ્રિય વાંચનાર, આ ચમત્કારી પ્રકરણમાંથીસાર