________________
(૪૭૮)
જૈન મહાભારત.
ગયા હતા, કે તે અર્જુનને આજ્ઞા આપતાં દિલગીર થઇ ગયા. તથાપિ પેાતાના વનવાસી કુટુંબને મળવાને ઉત્કંઠિત થયેલા અર્જુનને તેને રજા આપવાની જરૂર પડી. અર્જુન જ્યારે ત્યાંથી જવાને તૈયાર થયા, ત્યારે રાજા ઇંદ્ર અને બીજા વિદ્યાધરાના નેત્રામાંથી અશ્રુની ધારા ચાલવા લાગી. તેઓએ પ્રેમથી ગદ્ગદિત સ્વરે અર્જુનને આશીષ આપી. અર્જુન કેટલાએક પ્રેમી વિદ્યાધરાથી પરિવૃત થઇ વિમાનમાં બેશી ચાલવાને તૈયાર થયા. રાજા ઇંદ્ર અને ખીજા વિદ્યાધરા તેને વળાવવાને સાથે ચાલ્યા. ધ વીર અર્જુન સર્વ વિદ્યાધરેાને સાથે લઇ ત્યાંથી સમેતશિખર તી માં આવ્યેા. આ તપ્રાસાદોથી પવિત્ર એવા એ તીર્થની યાત્રા કરી. અર્જુને તે પ્રસંગે માર્ગમાં આવતાં બીજા તીર્થાને પણ અભિવંદન કર્યું હતુ. ત્યાંથી કેટલાએક વિદ્યાધરાને લઈ તે મહાવીર ગંધમાદન પર્યંત ઉપર આવ્યા. બેચરાએ અગાઉથી આવી તેના પવિત્ર કુટુંબને ખબર આપ્યા. તેથી બધાંને અતિશય આન ંદ ઉત્પન્ન થયા હતા. પુત્રવત્સલ માતા કુ ંતીને તે વખતે જે હ ઉત્પન્ન થયા હતા, તે અવર્ણનીય હતા. તે મહાદેવીના શરીર ઉપર આનદના આવેશથી રામાવળી ઉભી થઈ ગઈ હતી. ધર્મપ્રિય યુધિષ્ઠિર પણ પેાતાના બંધુઓની સાથે અર્જુનની લક્ષ્મીને નિનિમેષ હૃષ્ટિએ જોઇ હૃદયમાં અતિ આનંદ પામી ગયા. પાતાના પતિના દિવ્ય વૈભવ જોઈ દ્રુપદન ંદિનીનુ મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું હતું. વડિલભક્ત અન વિમાનમાંથી ઉતરી પાતાની માતાના ચરણમાં પડ્યો. પવિત્ર