________________
જૈન મહાભારત.
(૪૮૪)
દ્રોપદીના મુખકમળમાં પરાગ નથી, તેથી તેઓ દ્રીપદીના સુખને કમળથી વિશેષ માનવા લાગ્યા, કમળપુષ્પની રમણીચતા જોઇ દ્વાપદીને તેની ઉપર વિશેષ મેહ થયા અને તેવાં બીજા કમળા મેળવવાની તેણીના અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થઇ. તત્કાળ તે માહિત રમણીએ પેાતાના પતિ ભીમસેનને પ્રાર્થના કરી કે, “પ્રાણનાથ, મને આવાં ખીજા ઘણાં કમળા લાવી આપેા. ” પેાતાની પતિવ્રતા પત્નીની તે પ્રાર્થના પૂર્ણ કરવાને ભીમસેન ઉત્સાહિત થયા અને પોતાની પ્રિયપત્નીના મનારથ પૂર્ણ કરવામાં પેાતાની કૃતાર્થતા માનવા લાગ્યા. બળવાન ભીમ તરત ઉભા થયા અને પેાતાના ડિલ બંધુ યુધિષ્ઠિરની આજ્ઞા લઈને જે દિશામાંથી કમળપુષ્પોની સુગંધ આવતી હતી, તે દિશા તરફ તે ચાલતા થયા. કેટલાક પ્રદેશ ઉલ્લુ ધન કરી આગળ ચાલ્યો. ત્યાં કમળપુષ્પાથી ભરપૂર એક સરોવર તેના જોવામાં આવ્યું, આ સરાવર આગળ આવતાં ભીમને વિલંબ થયા હતા. કારણકે, તેની શેાધમાં તે વનમાં ઘણીવાર ભમ્યા હતા. જ્યારે ભીમને પાછા આવતાં વાર લાગી એટલે યુધિષ્ઠિરના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ અને તેથી તે ભીમની પાછળ જવાને તૈયાર થયા. દૈવયેાગે આ વખતે કેટલાએક દુનિમિત્તો થયા, તેથી ભીમની ચિંતામાં વધારેશ થયેા. પછી તે પેાતાના કુટુ અને સાથે લઇ ભીમસેનની પાછળ શેાધવા નીકળ્યા હતા, યુધિષ્ઠિર પરિવાર સાથે ફરતા ફરતા એક માટી નદી આગળ આવી પહેાંચ્યા હતા. પ્રથમ જે નદીને