________________
કમળનું ફુલ.
(૪૮૩) કુટુંબમાં સામેલ હતી, તે વખતે મારી સગર્ભા સ્થિતિ થઈ હતી. આપની આજ્ઞાથી જ્યારે હું મારા ભ્રાતૃગૃહમાં ગઈ ત્યાં મારા ઉદરમાંથી આ કુમારનો જન્મ થયે છે. એ તમારા પરાકમી બંધુને પુત્ર છે.
તે સ્ત્રીનાં આ વચન સાંભળી તે કુટુંબપતિ અતિશય આનંદ પામી ગયે, અને તેણે તે કુમારને ઉરસંગમાં લઈ પિતાના હૃદય સાથે દાખે અને તેના કમળ મુખ ઉપર ચુંબન કરવા માંડયું.
પ્રિય જ્ઞાનાભિલાષી વાચકવૃંદ, આ વાર્તાના પ્રસંગને માટે તમારા હૃદયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે, તે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, તે સાવધાન થઈને મનન કરજે..
સગુણી ગુરૂભક્તા દ્રપદી અર્જુનને મળ્યા પછી વિશેષ હર્ષિત થઈ હતી. પિતાના પતિ અર્જુનના વનવાસના વિજયની વાર્તા સાંભળી એ વિદુષીબાબા વનવાસના દુ:ખને ભુલી ગઈ હતી. એક વખતે દ્રૌપદી ગંધમાદન પર્વતના આશ્રમ
સ્થાનમાં બેઠી હતી, તેવામાં એક કમળનું પુષ્પ પવનથી ઉડીને તેના ઉસંગમાં આવી પડ્યું. સુંદર પાંખડીવાળું અને સુગંધથી મનહર એ કમળનું પુષ્પ જોઈ પાંડવરમણી હદયમાં અત્યંત પ્રસન્ન થઈ અને તે પાની મનહરભા નિરખવા લાગી. આ વખતે તે સ્થળે પાંડ બેઠા હતા, દ્વિપદીના હાથમાં કમળનું પુષ્પ જે છે તે તેના મુખની સાથે સરખાવવાની ભાવના ભાવતા હતા. કમળમાં પરાગ છે અને