________________
(૪૮૬)
જૈન મહાભારત. ઘન કરી ભીમસેનને શોધવાની વાર્તા કહી, એટલે હેડંબાએ પોતાની વિદ્યાનું બળ તેમની આગળ પ્રગટ કર્યું, એટલામાં તેજ સ્થળના અગ્રભાગે પ્રફુલ્લિત કમળવાળું સરેવર અને તેમાં રહી કમળના પુષ્પોને ગ્રહણ કરતો ભીમસેન તેમના જોવામાં આવ્યું. સર્વે અત્યંત આનંદિત થઈ ભીમસેનને અવલોકવા લાગ્યાં. પછી પોતાના કાર્યની સિદ્ધિ થયેલી જોઈ યુધિષ્ઠિરે હેડંબાને તેના કુમાર સાથે સ્વસ્થાનમાં જવાની આજ્ઞા આપી, અને ભીમસેનના કુમારની રક્ષા કરવાને માટે ભલામણ કરી. પિતાના જ્યેષ્ટની આજ્ઞાથી હેડંબા પિતાના બાળપુત્ર ઘટેલ્કચને લઈ પોતાના બંધુ હેડંબના વનમાં ચાલી ગઈ. વિરભીમસેન તે સરોવરમાંથી કમળના પુષ્પ લઈ બાહેર આવ્યું અને તેણે તે સુંદર કમળ પોતાના બંધુ ઓને બતાવ્યાં. જે જોઈ પાંડે ઘણાજ ખુશી થઈ ગયા.
જ્યારે ભીમસેને તે કમળે પદીને આપ્યાં, તે વખતે કૅપદીનું જમણું નેત્ર ફરકયું, આથી તેણીના મનમાં કમલ પુ. પેના દર્શનથી હર્ષ થવાને બદલે શેક ઉત્પન્ન થયે, તે પછી શોકાતુર દ્વિપદીએ જ્યારે ભીમસેનની સામે જોયું, ત્યારે તેણીનું જમણું અંગ પુન: સ્કુરાયમાન થયું, આથી તેણીના મનમાં ભારે ચિંતા ઉત્પન્ન થઈ. પછી ભીમસેન દ્રપદીને આનંદ આપવાને ત્યાંથી વનની રમણીય ભૂમિમાં ફરવાને લઈ ગયે. તેની સાથે અર્જુન, નકુલ અને સહદેવ પણ ગયા. ત્યાં ચારે બંધુઓએ મળી વિવિધ પ્રકારની વનકીડા કરી, તેથી Àપદીનું મન હર્ષિત થઈ ગયું અને તે દુ