________________
(૪૭૪)
જૈન મહાભારત.
રાજા વિમાનમાં બેશી આકાશમાર્ગે આવતા હતા. ચંદ્રશેખરે ષિત થઈ તેણે અર્જુનને બતાવી કહ્યુ, “ મહાવીર, જીઆ, આ વિદ્યાધરપતિ ઈદ્રરાજા પેાતાના પરિવાર સાથે વિમાનમાં એશી અહિં આવે છે. એટલામાં વિમાન પાસે આવ્યુ, એટલે અર્જુન રથ ઉપરથી ઉતરી તેની પાસે ગયા, ઈંદ્રે અર્જુનને પેાતાના વિમાનમાં લઈ આલિંગન આપી અર્ષાસન ઉપર બેસાડ્યો અને અંજલિ જોડી કહ્યું,—“ વીર અર્જુન, તને ધન્ય છે. તારા ઉપકારના બદલા મારાથી વાળી શકાય તેમ નથી, તારી સ્તુતિ જેટલી કરીએ તેટલી ઘેાડી છે. આ મારૂ રાજ્ય અને મારા પ્રાણ તારે આધીન છે. તે શિવાય હ તારા બીજો પ્રત્યુપકાર શા કરૂં ? હે મહાવીર, તારા જેવા પાપકારી વીર પુરૂષના દર્શન કરવાને મારા નગરની પ્રજા આતુર છે, માટે મારી સાથે રથનુપૂર નગરમાં ચાલ. ત્યાં મારી વિદ્યાધર પ્રજા માંગળકારક આચારા કરી તારી સ્તુતિ કરશે અને તારાં પવિત્ર દન કરી આનંદ પામશે. ” ઈંદ્રનાં આવાં વચન સાંભળી અર્જુન નમ્રતાથી મેળ્યે—“ મહારાજ, આપની આજ્ઞા માન્ય કરવાને હું ખુશી છું. કારણકે, આપ મારે પિતા તુલ્ય છે; પરંતુ આ તમારા શત્રુઓની રાજધાની જોવાની મારી ઇચ્છા છે. તેમ અહિં એક સિદ્દાયતનકૂટ નામે પ્રસિદ્ધ સ્થળ છે, જે જોવાની મારી પૂર્ણ અભિલાષા છે. ” અર્જુનના આમ કહેવાથી ઇંદ્ર અર્જુનને વિમાનમાં બેસાડી તે શત્રુએની રાજધાનીમાં લઈ ગયા. તે નગરીની દશા જોઈ પ્રસન્ન થયેલા ઇંદ્ર હૃદયમાં સંતુષ્ટ થઈ ખેલ્યા—મહાવીર, જો, આ
,,