________________
(૪૭૨)
જૈન મહાભારત સર્વના બાણેને કાપવા માંડ્યા. જળમાં, સ્થળમાં અને આ કાશમાં રહી જેમ જેમ તેઓ યુદ્ધ કરવા લાગ્યા. તેમ તેમ અર્જુન રથ ઉપર રહી તેઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ૫રાક્રમી અને પિતાનું યુદ્ધચાતુર્ય એવું બતાવ્યું કે, તેઓ બધા ચક્તિ થઈ ગયા. અર્જુનની આ છટા જોઈ ચંદ્રશેખર ઘણુંજ આનંદ પામે. બાણાવળી અર્જુને એવી ચાલાકીથી તેમના બાણને કાપવા માંડયા છે, જેથી તેઓ સર્વને એમ ભાસ્યું કે, “આપણું પ્રત્યેકની સામે અર્જુન યુદ્ધ કરે છે આટલી વાર સુધી અને હજુ તેમના બાણને કાખ્યા હતા તેમને માર્યા ન હતા. પછી શત્રુઓએ એકદમ લાગ જોઈ અર્જુનની ઉપર પ્રચંડ બાણને મારે ચલાવે. આ વખતે અને ચંદ્રશેખરને કહ્યું. “મિત્ર, આ શત્રુઓ પ્રઢબુદ્ધિ, યુદ્ધનિપુણ અને દુર્જય છે. માટે રથને રણભૂમિથી જરા પાછો હઠાવ” અજુનનાં આ વચન સાંભળી ચંદ્રશેખર જરા ખેદ પામ્યું અને તે ખિન્નવદને બે —“અને, તમારા જેવા વીરનરના મુખમાંથી આવું વચન નીકળવું ન જોઈએ. આ રથ ઇંદ્રરાજાના શત્રુઓને વધ કરવામાં કુશળ છે. રણભૂમિમાં પાછા હઠવાને અભ્યાસ આ રથના ચએ કદિ પણ પૂર્વે કર્યો નથી. તેણે હમેશાં આગળ ચાલવાને જ અભ્યાસ કર્યો છે. આ સમયે તમારા સરખો રણવીર પુરૂષ કહે છે કે રથને પાછો હઠાવ” તે ઉપરથી હું જાણું છું કે, શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે.”