________________
વનવાસમાં વિજય.
(૪૬૯)
મારા મિત્ર રાજા ઇંદ્રના વચન સાંભળી હું તમને ખેલાવવા આન્યા છું. તમે ત્યાં આવી ઇંદ્રના શત્રુઓને પરાભવ કરી તેના પિતૃઓના રાજયમાં તેને નિર્ભય કરે. તમારી આંગળીમાં જે શેાભાયમાન મુદ્રિકા છે, તે મારા પિતા વિશાલાક્ષ અને તમારા પિતા પાંડુરાજાની પરસ્પર પ્રીતિ વિષેની સાક્ષી ભૂત છે. તેઓની પરસ્પર મૈત્રી થયા પછી મારા પિતા વિશાલાક્ષે પેાતાની ઉપર જેણે માટેા ઉપકાર કર્યાં છે, એવા તમારા પિતા પાંડુરાજાને કહ્યું હતું કે, આ મુદ્રિકાના પ્રભાવથી ઘા રૂઝવાના અને આકાશગમનના ગુણ પ્રાપ્ત થાય છે. તેથી હાલ જે આ તમારૂ શરીર ઘાયલ થયેલું છે, તેને આ મુ દ્રિકાના જળથી સ્નાન કરાવેા, એટલે તે વ્રણરહિત થઇ જશે.” ચંદ્રશેખરનાં આ વચના સાંભળી અર્જુન આશ્ચય પામી ગયા અને તેણે જાણ્યું કે, જેની સાથે મેં હમણાં વાદવિવાદ કર્યા, તે ચંદ્રશેખર તે મારે જ્યેષ્ટ અંધુ સમાન છે. પછી અર્જુને પ્રસન્ન થઇ ચંદ્રશેખરને આલિંગન કર્યું' અને કહ્યુ,
ભદ્ર, તુ મારે યુધિષ્ઠિર સમાન છે. યુધિષ્ઠિરની જેમ તારી આજ્ઞા મારે શિરસાવદ્ય છે. મને એ પૂવાતનું સ્મરણ આવે છે. અમે જ્યારે વનવાસ કરવા નીકળ્યા, ત્યારે મારા પાંડુ પિતાએ આ મુદ્રિકા ધમ રાજાને આપી કહ્યું હતું કે, પુત્ર, આ મુદ્રિકા મને મારા મિત્ર વિશાલાક્ષે મૈત્રીમાં ભેટ તરીકે આપી છે, એ મુદ્રિકા પ્રભાવવાળી છે, તેને તુ સદા પાસે રાખજે, આ મુદ્રિકા અમારા પાંચે અંએમાંથી જેની તેની પાસે રહેતી હતી. જ્યારે હું આ તરફ એકલા
tr
""
46