________________
(૪૬૮)
જૈન મહાભારત. એક વખતે પિતાના શત્રુરૂપ બંધુના ભયથી કંટાળી ગયેલા ઈંદ્રરાજાએ બુદ્ધ નામના એક ભવિષ્યવેત્તાને તેડાવીને પુછયું કે, “મહારાજ, આ દુર્નિવાર અને દુર્જન એવા મારા શત્રુઓને ક્યારે નાશ થશે”? ઇદ્રનો આ પ્રશ્ન સાંભળી બુધે કહ્યું, “રાજા, તમારા શત્રુઓને અર્જુન જીતી શકશે. તમારા પ્રચંડ શત્રુઓને જીતવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. આ ત્રણ લેકમાં અર્જુનના જેવો કોઈ ધનુર્ધારી નથી. તે વીર અર્જુન હાલ બેચરવિદ્યાને પ્રસન્ન કરવા ઇંદ્રકલ પર્વત ઉપર રહેલ છે. ત્યાં જઈ એ પાર્થની પ્રાર્થના કરે. એ વીરનર ઘણે નમ્ર અને પરોપકારી છે, તેથી તે તમારી પ્રાર્થના પ્રેમથી સાંભળશે.”ભવિષ્યવાદી જોષીનાં આવાં વચન સાંભળી ઈરાજા પ્રસન્ન થયા અને પછી તેણે મને લાવીને કહ્યું,
મિત્ર ચંદ્રશેખર, તું પોપકારી અર્જુનની પાસે જા અને તેમને અહીં લાવી મારા ખેદને દૂર કર. એ મહાવીર મારા શત્રુઓને ક્ષણમાં મારી નાંખશે અને મારું રાજ્ય નિષ્ક ટક રહેશે. હે સખા! તારા વિના બીજાથી વીર ધનંજય અહીં આવશે નહીં. કારણકે, અર્જુનની સાથે પિતાના સંબંધને લઈને તારે મૈત્રી છે. એક વખતે તારે પિતા વિશાલાક્ષ બંધાએલું હતું, તેને પાંડુએ છોડાવ્યો હતો. તેથી તું અને નની પાસે જા અને તેને વિનંતિ કરી અહીં લાવ. તારા અને તેમના પિતાના સંબંધને લઈને તારે તેની સાથે તરત મૈત્રી થઈ જશે.”.