________________
-(૪૫૪)
જૈન મહાભારતભીષ્મપિતામહ અને વિદુરને કહેજે કે, તમારા પુત્ર પાંડવોએ -તમને દંડવત્ પ્રણામ કહેલા છે. અમારે આપત્તિ સમય. જાણી નેહને લઈ તમે મનમાં કાંઈ ઓછું લાવશે નહીં. તમ સરખા વડિલેની કૃપાથી અમારા પ્રતિપક્ષીઓ પ્રબળ નહીં થઈ શકે.”
આ પ્રમાણે કહી યુધિષ્ઠિરે તેને વિદાય થવાની આજ્ઞા આપી. આ વખતે પદી બેલી–પ્રિયંવદ, દુષ્ટ દુર્યોધને કપટ કરીને પૃથ્વી જીતી લીધી. મારા કેશનું આકર્ષણ કર્યું અને વનવાસ દીધે; પણ એ શત્રુ હજુ તૃપ્ત થતું નથી. આ બધો દોષ મારા સ્વામી પાંડને જ છે. દુષ્ટ દુ:શાસને આવું ભારે અપમાન કર્યું, તે છતાં તેઓ જે સહન કરીને બેસી રહ્યા. આ વિષે પ્રથમ તે કુતીમાતાને શરમાવાનું છે, કારણકે, તેમના ઉદરમાંથી આવા પુત્રો કેમ ઉત્પન્ન થયા, કે જેઓ શત્રુએ આપેલા કષ્ટને મુંગે મોઢે સહન કરે છે.
દ્રોપદીના આવાં વચને સાંભળી કુંતી બેલી–પદી, તેં કહ્યું તે સત્ય છે. શત્રુ આવી આવી મહાપીડા આપે છે. તે છતાં ધર્મપુત્ર યુધિષ્ઠિર તેને સહન કરે છે. મારા ભીમ અને અર્જુન આવું સહન કરી શકે તેવા નથી, પણ વડિલ બંધુની આજ્ઞાને આધીન થઈ તેઓ સહન કરે છે. આ પ્રમાણે દ્રૌપદીને કહી કુંતી યુધિષ્ઠિર પ્રત્યે બેલી–“પુત્ર,હવે વિચાર કર. તારે આટલે બધે ક્ષમાગુણ રાખ ગ્ય નથી.