________________
વનવાસમાં વિજય. ગયે, તે પછી યુધિષ્ટિરની સલાહથી તેઓ તવન છોડી ચાલ્યા ગયા હતા અને પ્રથમ વર્ણવેલા પર્વત ઉપર આવી વસ્યા હતા. પ્રકરણના આરંભમાં જે પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ગંધમાદન પર્વત છે. તે રમણુંય ગિરિ ઉપર પાંડ વાસ કરીને રહ્યા હતા. તેની પાસે જે બીજા. પર્વતનું વર્ણન કરેલું છે, તે ઇકીલ નામે પર્વત છે. ઈંદ્ર પિતાની ઇંદ્રાણી સાથે એ પર્વત ઉપર આવી નિરંતર કીડા, કરે છે, તે ઉપરથી તેનું નામ ઇદ્રકીલ પડેલું છે. જે તેજસ્વી પુરૂષ તે પર્વત ઉપર આવ્યા છે, તે આપણું કથાને વર નાયક અજુન છે. જ્યારે પાંડવે ગંધમાદન ઉપર વસ્યા, ત્યારે અને યુધિષ્ઠિરને કહ્યું કે, “આ ઇંદ્રકીલ પર્વત ખેચરી વિદ્યાનું આરાધન કરવા માટે એક ઉત્તમ સ્થાન છે. પૂર્વે તમારી આજ્ઞાથી હું એ સ્થળે વિદ્યા સાધવાને આવ્યું હતું. જે તમારી આજ્ઞા હોય તે હું પાછો ત્યાં જઈ તે વિદ્યાનું પુનરાવર્તન કરૂં” અર્જુનનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે તેને તેમ કરવાની આજ્ઞા આપી હતી, તેથી અર્જુન આજે આ સ્થળે આવ્યું હતું. અને જિનપૂજા કરી તે ખેચરી વિદ્યા સાધી હતી, અને તેના અધિષ્ઠાયક દેવતા પાસેથી તેનું વરદાન પણ મેળવ્યું હતું. જે પ્રસંગ વાચકોના જાણવામાં છે. ખેચરી વિદ્યાના અધિષ્ઠાયક દેવતા પાસેથી વરપ્રદાન પ્રાપ્ત કરી હદયમાં આનંદ પામતે અર્જુન ઇંદ્રકલ પર્વતના રમgય પ્રદેશમાં ફરતે હતે. ગિરિરાજની સુંદર શેભાને આ વલેકતે વીર અર્જુન એક નંદનવન જેવા રમણીય વનમાં