________________
વનવાસમાં વિજય.
(૬૩) ના રૂધિરને પ્રાશન કરનારું અને મુખ ઉપર વિષથી લીંપાએલું આ મારૂં બાણ તારે લેવું યોગ્ય નથી. ભદ્ર! હું તને ઓળખું છું, તું કુરૂવંશમાં ચંદ્ર રૂપ છે. આ ભયંકર વરાહ તારો નાશ કરવા આવતે હતે. એમ જાણું મેં એનું નિવારણ કર્યું છે. એ મારા ઉપકારના બદલામાં આ મારૂં રત્નમય બાણ કાઢવાનો પ્રયત્ન શામાટે કરે છે? તારા શત્રુને મારી તે રૂપ દ્રવ્યથી ખરીદ કરેલ તું મારા મિત્ર થઈશ, એવી મારી આશા તે હવે દૂર થઈ અને તેને બદલે હવે તું મારે શત્રુથ.
જ્યારે તારા જેવા કુલીન પુરૂ આવે અવળે માર્ગે ચાલવા તૈયાર થાય તે પછી સામાન્ય મનુષ્યની શી વાત કરવી? તેમ છતાં જે આ બાણું લેવાની તારી ઈચ્છા હોય તે તારી મત્રતાની ઈચ્છાથી હું તને તે બાણ આપીશ. મારી આગળ પ્રાર્થના કરી માગી લે. મારે એ નિયમ છે કે, અથીઓની પ્રાર્થનાને ભંગ કદિપણ કરે નહિં. તેમાં પણ તારા જેવા અથીએ મહાપુણ્યવડે પણ મળવા દુર્લભ છે. જે તું હઠ કરીને આ બાણ લેવાની ઈચ્છા રાખીશ તે તારૂં તેવું સામઐ નથી કે તું મને જીતીને એ બાણ લઈ જઈશ.
ભીલૂનાં આવાં વચન સાંભળી અર્જુનના મનમાં જરા ચાનક આવી અને તે ગંભરતાથી બેલ્યા–“અરે કિરાત! આ તારૂં બાલવું સર્વ અસત્ય છે, તેમ છતાં તું સત્યના જેવું કહે છે. આ બાણ તારું નથી પણ મારું છે. મારું બાણ ખેંચી લઉં છું, તેમાં તારે લાંબી લાંબી વાત કરી મારી નિંદા તથા ઉપહાસ્ય કરવાનું શું કારણ છે? જેને સજજનેની