________________
દુર્યોધનને બળાપો.
(૪૩૭) કુંતીની આજ્ઞાથી દેવશર્માને પ્રાણ બચાવવા બકરાક્ષસનું બળિદાન થનાર ભીમને પૂર્ણ સાબાશી ઘટે છે. બીજાને જીવિતદાન આપનાર ભીમના જેવા આર્યપુત્રે હવે આ દુનિયામાં કયારે ઉત્પન્ન થશે ? આવા આત્મભોગ આપનારા આર્યોના સંતાનથી જ આ ભારતભૂમિ અલંકૃત થયેલી હતી. વર્તમાનકાળના જૈનોના સંતાનેએ એ શિક્ષા ગ્રહણ કરવા જેવી છે. કારણ કે સ્વાર્થ તથા આત્માને ભેગ આપી પરેપકાર કરનારા ભવ્યાત્માઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને ઉત્તરોત્તર સ્થાનારોહણના કમથી મેક્ષ સુધી પહોંચે છે.
પ્રકરણ ૩ર મું.
દુર્યોધનનો બળાપો. આ રાજમહેલના એક ભાગમાં દુર્યોધન શોકાતુર થઈને બેઠે હતે. તેની મલિન મુખમુદ્રાની આસપાસ ચિંતાની છાયા પ્રસરી રહી હતી. તે ક્ષણે ક્ષણે કુવિચારેની માળા પિતાના હદયમાં ફેરવ્યા કરતું હતું. તેની ધારણા નિષ્ફળ થવાથી તે ક્ષણમાં નિરાશ થતે અને ક્ષણમાં પાછ કુવિચારના બળથી આશા બાંધી પ્રેત્સાહિત થતો હતો.
આ વખતે તેને મામે શકુનિ આવી ચડ્યો. કૈરવપતિને ચિંતાતુર જેઈ તેના મનમાં અનેક તર્ક-વિતર્ક થવા