________________
અભયદાન અને જીવિતદાન.
(૪૩૫)
પાંડ કેટલાએક દિવસ સુધી એકચકાનગરીના અધિપતિના દરબારમાં રહ્યા હતા. જ્યાં તેમની ભારે આગતા-સ્વાગતા થઈ હતી.
પ્રિય વાંચનાર, આ અભયદાનનું ઉપયોગી પ્રકરણ તારા હૃદયમાં સદા સ્થાપિત કરજે. તેમાં આવેલા ત્રણ પ્રસંગે તો ખાસ મનન કરવા ગ્ય છે. પ્રથમદેવશર્મા બ્રાહ્મણના કુટુંબની પ્રીતિ સર્વ રીતે અનુકરણ કરવા ગ્ય છે. જે કુટુંબમાં અતિથિ સત્કાર થાય છે, તેજ કુટુંબ ઉત્તમ ગણાય છે. મેહેમાનોની આગતા-સ્વાગતા કરનારા કુટુંબથીજ ખાનદાની અને કુલીનતા પ્રકાશિત થાય છે. કોઈ પણ સ્નેહી કે સંબંધી મીજમાન આવવાથી હૃદયમાં પ્રસન્ન થનારે અને તેની બરદાસ કરવામાંજ પિતાના ગૃહાવાસને સફળ માનનારે ગૃહસ્થ સત્કીનિ અને પુણ્યનું પાત્ર બને છે. એ મહાન ગુણને ધારણ કરવાથી અનેક જૈનકુટુંબે પ્રશંસાપાત્ર થયેલાં છે, અને થાય છે. વર્તમાનકાળે તેવું આતિથ્ય કરનારાં ઘણું શેડાં કુટુંબ હોય છે. મીજમાન આવવાથી રાજી થનારા અને તેને સત્કાર કરી પ્રસન્ન થનારા જૈન ગૃહસ્થ છેડા લેવામાં આવે છે. કેટલાએક તે મીજમાનને દેખી મનમાં કચવાય છે અને
આ ક્યાંથી આવ્ય” એમ માની તેની તરફ ઉપેક્ષા અને અનાદર કરે છે. પિતાને ઘેર સારી સંપત્તિ છતાં મહેમાનને એક વેઠ તરીકે માનનારા ઘણું ગૃહસ્થ પિતાના ગૃહવાસને નિંદાપાત્ર બનાવે છે. કેટલાક તો “ ક્યારે આવ્યા અને કયારે