________________
જૈન મહાભારત
(૪૩૬ )
જશે ?' એવા પ્રશ્ના કરી વાતચિતમાંજ અનાદર દર્શાવે છે. આવું પ્રવર્ત્ત ન ગૃહવાસને અનુચિત છે. અને તેથી ગૃહસ્થ શ્રાવક પાતાની પ્રતિષ્ઠાને અને પુણ્યને હાનિ પહોંચાડે છે. જેને ઘેર અતિથિ સત્કાર થાય છે, તેજ ગૃહ સ્વર્ગ સમાન ગણાય છે. તેથી દરેક શ્રાવક ગૃહસ્થે તન, મન અને ધનથી અતિથિ સત્કાર કરવા જોઇએ. અતિથિ સત્કારને માટે દેવશમોંના કુટુંબના દાખલા ખરેખર લેવા યોગ્ય છે. પૂર્વ કાળે એવા પરાણાગત કરનારા ઘણા આર્ય કુળા ભારતભૂમિ ઉપર વસતા હતા. શુદ્ધ હૃદયથી કરેલા અતિથિસત્કાર કદિ પણ વ્ય જતા નથી. દેવશર્માના પવિત્ર આતિથ્ય ગુણના પ્રભાવ તેને જીવિતદાન આપનાર થઈ પડ્યો હતા. તેના પ્રાણની રક્ષા કરવા માટે ભીમ આત્મભાગ આપવાને તૈયાર થયા હતા.
બીજો પ્રસંગ કુંતીની પ્રેરણાથી ભીમે આપેલા વિતદાનના છે. કુંતીના જેવી આ જૈન માતાએ પૂર્વકાળે આ ભૂમિને અલંકૃત કરતી હતી. જેએ બીજાને અભયદાન કે જીવિતદાન આપવાને પેાતાના પુત્રાને આજ્ઞા કરતી હતી. હાલના જેવી ભીરૂ અને નાહિંમત સ્રીએના જેવી તેઓ ન હતી. પાતાના સંતાનેાને ભીરૂ અને નાહીંમત બનાવનારી અને પાપકારના અનાદર કરનારી સ્ત્રીએ સંસારની ઉન્નતિ કરી શકતી નથી. તેથી દરેક શ્રાવક રમણીએ કુંતીના જેવા ઉત્તમ ગુણા ધારણ કરવા જોઈએ. તેજ પ્રસ’ગમાં આપણે માતૃભક્ત ભીમસેનને પણ ધન્યવાદ આપવા જોઇએ, માતા