________________
(૪૩૪)
જેન મહાભારત. ભીમસેનને ધન્યવાદ આપવા લાગ્યા. આ વખતે સર્વના સાંભળતાં ભીમસેન બે –“મહાબળ, તું આ મારાષ્ટ બંધુ યુધિષ્ઠિરને પગે લાગ. અને આજથી મનુષ્ય હિંસાનો ત્યાગ કર.” ભીમનાં આવાં વચન સાંભળી મહાબળ મનુષ્યવધ નહીં કરવાનો નિયમ લઈ યુધિષ્ઠિર રાજાને ચરણે લાગે. અહિંસાંદ્રત લેવાથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે મહાબળને તેના પિતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો. આ સર્વ વૃત્તાંત સાંભળી એકચકાનગરીના રાજાને અને સર્વ પ્રજાને નિશ્ચય થયો કે, “જેઓની સત્કીનિ દશે દિશાઓમાં નૃત્ય કરી રહી છે, એવા આ મહાન પુરૂષે તે પાંડજ છે.” પછી રાએ અને પ્રજાએ પાંડવોનો એકચકાનગરીમાં મોટા ઉત્સવ સાથે પ્રવેશ કરાવ્યું. તે પ્રસંગે એકચકાનગરીની સર્વ પ્રજાએ પિતાને અભયદાન આપનાર પાંડવોના પ્રવેશોત્સવમાં મેટે ભાગ લીધો હતો અને આખી નગરીને ધજા, પતાકા, તોરણ અને સ્વસ્તિકથી શણગારી હતી. નગરની રમણીઓ ઉલટભેર પાંડના પવિત્ર દર્શન કરવાનું શ્રેણીબંધ આવી હતી. અને “આ નગરની પ્રજાને જીવિતદાન આપી અભય કરનાર અને બકરાક્ષસનો વધ કરનાર આજ શ્રેષ્ઠ પુરૂષ છે.” એમ કહી ભીમસેનને પ્રેમસહિત નિરખતી હતી. એકચકાનગરીને રાજા મેટી ધામધૂમથી પાંડેને પોતાના દરબારમાં લઈ ગયે હતો. ધર્મવીર યુધિષ્ઠિરે પાંચ છ દિવસ રાખી બકાસુરના પુત્ર મહાબળને પછી પિતાના રાજ્યમાં મેક હતો. પ્રતાપી