________________
દુર્યોધનને બળાપ.
(૪૩૯) જના નિષ્ફળ થઈ છે. હેડબ, બક અને કીર્સિર જેવા વીરને તેમણે મારી નાંખ્યા અને તેથી તેમની કીર્તિને કે લેક્યમાં વાગી રહ્યો છે. એ પ્રતાપી પાંડવોનો નાશ કરવાને જે જે ઉપાયે કર્યા. તે બધા વૃથા થઈ પડ્યા છે. પૂજ્ય માતુલ, તે વિષેની મારા મનમાં શંકા થયા કરે છે. રખેને તેઓ વનવાસમાંથી પાછા આવી આ હસ્તિનાપુરના રાજ્યને આનંદ ભગવે. આ મહાચિંતા મારા હૃદયને દગ્ધ કરે છે. માટે તેના ભારે શેકરૂપ વ્યાધિને નાશ કરવામાં તમે વૈધ થાઓ. - દુર્યોધનનાં આવાં વચનો સાંભળી શકુનિએ તેને હીંમત આપવા કહ્યું, “રાજન, પાંડે યમપુરીમાં પહોંચ્યા છે, એમ તું જાણી લેજે. હવે તેઓનું તારી પર કાંઈ પણ ચાલવાનું નથી. તું સાર્વભૌમ રાજા ક્યાં ! અને ભિક્ષુક સરખા એ પાંડ ક્યાં ? કયાં ખત ! અને કયાં સૂર્ય ! તારી પાસે રાજ્ય અને જે સત્તા છે, તેના સેમાભાગનું રાજ્ય કે સત્તા યુધિષ્ઠિરની પાસે નથી. અત્યારે તારા પ્રતાપના કિરણે ચારે તરફ પ્રકાશી નીકળ્યા છે. યુધિષ્ઠિરની આજ્ઞાને માનનારા રાજાએ હમણું તારી આજ્ઞાને આધીન છે. તારા દરબારમાં ઐરાવતના જેવા હસ્તીઓ છે. સૂર્યના અશ્વ જેવા અવે છે, યુદ્ધમાં ચાલી શકે તેવા મજબુત રથો છે અને શૂરવીર તથા શસ્ત્રાસ્ત્રમાં પ્રવીણ એવું અસંખ્ય પાયદળ છે. આવી મહાન સંપત્તિ તારા વિના બીજા કોને છે? તું રાજાધિરાજ છે અને પાંડ રાજ્યભ્રષ્ટ છે. તું ગયુક્ત છે અને પાંડ ભેગ