________________
દુર્યોધનને બળાપ.
(૪૪૧)
ત્યાં સુધી મારે અંતરાત્મા ઉપાધિથી મુક્ત થવાને નથી. હવે કોઈ પણ ઉપાયે એ પાંડવેને નાશ કરી મારા રાજ્યને નિષ્કટક કરે.”
શનિએ ઉત્સાહથી જણાવ્યું, “રાજન, કઈ વાતની ચિંતા રાખશે નહીં. હું, આ દુ:શાસન અને કર્ણ કોઈ પણ યુક્તિથી આ પૃથ્વીને પાંડવ વગરની કરીશું.”
આ વખતે દુઃશાસન બે -“ ષ્ટ બંધુ, શામાટે ચિંતા રાખે છે. આપણા હાથમાં આવેલું આ મહાન રાજ્ય હવે કદિ પણ પાંડ ભેગવવાના નથી. સર્વ મંત્રીઓ, સામંત અને હસ્તિનાપુરની પ્રજા આપણી પૂર્ણ રાગી બની છે. સર્વ લેકે યુધિષ્ઠિરના રાજ્યને ભુલી ગયા છે. આપણું સત્કીર્તિ ભારતના ચારે ખુણામાં ગવાય છે. કદિ પાંડે વનવાસ પૂર્ણ કરી પુન: રાજ્યમાં આવે તે પણ કઈ મંત્રિજન કે પ્રજાજન તેની પર પ્રીતિ ધારણ કરશે નહીં. કારણકે, આપની રાજનીતિવડે સર્વ પ્રધાનમંડળ અને પ્રજામંડળ વશીભૂત થઈ ગયેલ છે.” | દુઃશાસનનાં આ વચન સાંભળી દુર્યોધન ક્ષણવાર ટટાર થયે; પણ પછી તરતજ પાંડની સત્કીનિ તથા ક્ષેમકુશળતાની વાત યાદ આવવાથી તે બોલી ઉઠ–“ભાઈ દુઃશાસન, તમે મારા હૃદયને શાંત કરવાને મારે ઉત્કર્ષ અને પાંડને અપકર્ષ કહે છે, પણ પાંડે વનવાસમાં પિતાની ફીર્તિ વધારતા જાય છે. આપણે કરેલા લાક્ષાગૃહના